મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

KUTCH : રાપરમાં યુરિયા ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ફરજીયાત નેનો લિકવીડ ખરીદવા કરાયું દબાણ

કચ્છ જિલ્લાના રાપરના તાલુકામાં યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની કતારો લાગી હતી. અપૂરતો જથ

KUTCH : રાપરમાં યુરિયા ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ફરજીયાત નેનો લિકવીડ ખરીદવા કરાયું દબાણ

કચ્છ જિલ્લાના રાપરના તાલુકામાં યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની કતારો લાગી હતી. અપૂરતો જથ્થો અને ફરજીયાત નેનો લિકવીડ ખાતર ખરીદવા દબાણ કરતા ખેડૂતો રોષે ભરયા પંરતુ નાયબ ખેતી વિસ્તરણ અધિકારીનો દાવો કે રાપર તાલુકામાં ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ભારે રોષ ફેલાયો

વાગડ વિસ્તારમાં ખેડૂતોને વાવેતર અને પાક માવજત માટે જરૂરી એવા ખાતરની અછતથી નારાજગી ફેલાઈ છે. રાપર અને ખેંગારપર બાદ હવે ફતેહગઢમાં ખાતરની તંગી કિસાન માટે ચિંતાનું કારણ બની છે. છેલ્લા બે ત્રણ દિવસથી વહેલી સવારથી ગામની સહકારી મંડળી બહાર ખાતર મેળવવા ખેડૂતોએ લાંબી કતારો લગાવ્યા બાદ પણ ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ભારે રોષ ફેલાયો છે. અપૂરતા યુરિયા ખાતરના જથ્થા અને  તેની સાથે ફરજીયાત નેનો લિકવીડ ખાતર ખરીદ કરવા અંગે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે. જથ્થાના અભાવે અનેક ખેડૂતો ખાતર ખરીદ્યા વિના પોતાના ઘર તરફ જઈ રહ્યા છે.

સાવારના 4 વાગ્યાથી લાઈનો લગાવી રહ્યા છે ખેડૂતો

રાપર તાલુકાના અનેક ગામમાં ખાતરની અછત સર્જાઈ છે. હાલ રવીપાક માટે યુરિયા ખાતર ખૂબજ જરૂરી છે પંરતુ સમગ્ર રાપર તાલુકામાં ખેડૂતોને પૂરતો ખાતર નથી મળી રહ્યો. ખાતર માટે ખેડૂતો સાવારના 4 વાગ્યાથી લાઈનો લગાવી રહ્યા છે. ખેડૂતોને લાઈનમાં ઉભુ ન રહેવું પડે એટલે પોતાના પગરખા રાખી લાઈનો લગાવે છે. ખાતરની ખરા સમયે જરૂરિયાતની માગ પુરી થઇ રહી રહી નથી. કંપનીએ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો પૂરો પાડવું અનિવાર્ય બની ગયું છે. ખાતરનો પૂરતો જથ્થો આવતો ન હોવાથી ખાતર મેળવવા ખેડૂતોને પડાપડી કરવી પડી રહી છે.

કચ્છ જિલ્લામાં ખાતરની અછત નથી : નાયબ ખેતી વિસ્તરણ અધિકારી

રાપરમાં છેલ્લા 3-4 દિવસથી ખેડૂતોને પૂરતો ખાતર નથી મળી રહ્યો, પરંતુ કચ્છ જિલ્લામાં ખાતરની અછત નથી તેવો દાવો નાયબ ખેતી વિસ્તરણ અધિકારી પ્રકાશ પટેલ કરી રહ્યા છે. રાપરમાં ખાતરની ઘટ ન હોવાનો નાયબ ખેતી વિસ્તરણ અધિકારીનો દાવો છે. કચ્છમાં ખાતરનો જરૂરિયાત મુજબનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં રાપરમાં 1041 મેટ્રિક ટન યુરિયા, 450 મેટ્રિક ટન DAP, 1045 મેટ્રિક ટન NPK સપ્લાય થયેલું હોવાનો દાવો નાયબ ખેતી વિસ્તરણ અધિકારી પ્રકાશ પટેલ જણાવી રહ્યા છે.

ખેડૂતોના હક્કનું ખાતર ક્યાં જઈ રહ્યું છે?

ખરેખર જો ખાતરની અછત નથી તો ખેડૂતોને કેમ ખાતર માટે વહેલી સવારથી લાઈનમાં ઉભુ રહેવું પડે છે? કેમ પૂરતો ખાતર નથી આપવામાં આવતો? આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હજુ બે દિવસ પહેલા અંજાર તાલુકાના લાખાપર ગામ પાસે આધાર પુરાવા વગર 80 બોરીઓ લઈ જવાતું ખાતર ખુદ ખેડૂતોએ પકડી પાડ્યું હતું. ખેડૂતોના હક્કનું ખાતર ક્યાં જઈ રહ્યું છે તેની ઊંડી તપાસ થવી જરૂરી છે. 

આ સમાચાર શેર કરો