મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત વિધાનસભામાં શૈલેષ પરમાર કોંગ્રેસના ઉપનેતા, કિરીટ પટેલ બન્યા મુખ્ય દંડક

ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા બાદ હવે મોટા પાયે ફેરફાર જોવા મળી રહ્યાં છે.

ગુજરાત વિધાનસભામાં શૈલેષ પરમાર કોંગ્રેસના ઉપનેતા, કિરીટ પટેલ બન્યા મુખ્ય દંડક

ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા બાદ હવે મોટા પાયે ફેરફાર જોવા મળી રહ્યાં છે. અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તેમજ તુષાર ચૌધરી વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ હવે કોંગ્રેસના ઉપનેતા તરીકે શૈલેષ પરમાર અને મુખ્ય દંડક તરીકે કિરીટ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.

ઉપદંડક તરીકે વિમલ ચુડાસમા તેમજ ઇમરાન ખેડાવાલાની નિમણૂંક કરાઇ છે. પ્રવક્તા તરીકે જીજ્ઞેશ મેવાણી અને અનંત પટેલની વરણી કરવામાં આવી છે.

કોંગ્રેસ હાઇકમાન્ડે અમિત ચાવડા-તુષાર ચૌધરીને ગુજરાતની કમાન સોપી

 કોંગ્રેસ હાઈકમાન્ડે અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરફારોને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત અને સંગઠિત બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી રહ્યા છે.

અગાઉ પણ પ્રદેશ પ્રમુખ હતા અમિત ચાવડા

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના એક પરિચિત ચહેરો છે અને અગાઉ 2018થી 2021 દરમિયાન તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની ફરીથી પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ પક્ષમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે તેવી આશા સેવવામાં છે. અમિત ચાવડા જમીની સ્તરે કાર્યકરો સાથે સીધા સંપર્કમાં છે અને ગુજરાતના રાજકારણનો તેમને ઊંડો અનુભવ છે. તેમની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષ સંગઠનને મજબૂત કરવા અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે સક્રિય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા.

આ સમાચાર શેર કરો