શાહરૂખ ખાનનું કેવું છે સ્વાસ્થ્ય, મેનેજરે આપ્યુ હેલ્થ અપડેટ
અમદાવાદમાં IPL 2024માં પોતાની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને સપોર્ટ કરવા આવેલા શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશન થઇ જતા હોસ્પિટલમાં દાખ

અમદાવાદમાં IPL 2024માં પોતાની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને સપોર્ટ કરવા આવેલા શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશન થઇ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શાહરૂખ ખાનનું સ્વાસ્થ્ય હવે સારૂ છે. શાહરૂખ ખાનની મેનેજરે આ વાતની પૃષ્ટી કરી છે. શાહરૂખ ખાનને
શાહરૂખ ખાનનું સ્વાસ્થ્ય સારૂ
શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યુ- શાહરૂખ ખાનનું સ્વાસ્થ્ય સારૂ છે. શાહરૂખ ખાનના તમામ ચાહકો અને સમર્થકોને તમારા પ્રેમ, પ્રાર્થના અને ચિંતા કરવા બદલ આભાર.
શાહરૂખ ખાનને લાગી હતી ગરમી
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની પત્ની ગૌરી ખાન પણ હોસ્પિટલ આવી હતી. શાહરુખ ખાનના મેડિકલ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ 22મેના રોજ સવારે તેની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. શાહરુખને હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જ્યાં હેલ્થ ચેકઅપ કરતાં તેને ડિહાઇડ્રેશન હોવાની જાણ થઈ હતી.








