અમદાવાદ: શાહરૂખ ખાનની તબિયત અંગે મોટું અપડેટ, પત્ની ગૌરી ખાન પણ હોસ્પિટલ દોડી આવી!
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની પત્ની ગૌરી ખા

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની પત્ની ગૌરી ખાન હોસ્પિટલ આવી હતી. શાહરુખ ખાનના મેડિકલ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. હાલ તેની તબિયત સ્થિર છે.
હેલ્થ ચેકઅપ કરતાં તેને ડિહાઇડ્રેશન હોવાની જાણ થઈ હતી
કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ 22મેના રોજ સવારે તેની તબિયત બગડતાં તેને કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. શાહરુખને હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં કેડી હોસ્પિટલ ખાતે પોલીસકાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જ્યાં હેલ્થ ચેકઅપ કરતાં તેને ડિહાઇડ્રેશન હોવાની જાણ થઈ હતી.
શાહરુખ ખાન આઈટીસી નર્મદા હોટલમાં રોકાયો
અમદાવાદમાં કોલકાતા ટીમ સોમવારે આવી હતી. ટીમ એરપોર્ટ પરથી સીધી જ આઈટીસી નર્મદા હોટલ પર પહોંચી હતી. જ્યાં ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શાહરુખ ખાન પણ હોટલમાં રોકાયો છે.
અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી પડી રહી છે. અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 40 ડિગ્રીની ઉપર તાપમાન જઇ રહ્યું છે.
સુહાના, અબરામ પણ મેચ જોવા અમદાવાદ આવ્યા હતા
તમને જણાવી દઈએ કે, કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ સનરાઈઝ હૈદરાબાદને હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી, જેને જોવા માટે સુહાના ખાન, અબરામ ખાન, અનન્યા પાંડે અને શનાયા કપૂર પહોંચ્યા હતા.








