મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઓડિશાથી સુરતમાં ગાંજાનો જથ્થો મોકલનાર માસ્ટર માઈન્ડ બે વર્ષે દબોચાયો

સુરતમાં નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત છાસવારે નશીલા પદ

ઓડિશાથી સુરતમાં ગાંજાનો જથ્થો મોકલનાર માસ્ટર માઈન્ડ બે વર્ષે દબોચાયો

સુરતમાં નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત છાસવારે નશીલા પદાર્થોની હેરાફેરી કરનારને ઝડપી પાડવામાં આવતાં હોય છે. ત્યારે બે વર્ષ અગાઉ ગાંજાના જથ્થા સાથે પાંચને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. જો કે, આ પાંચેય આરોપીઓએ કબૂલાતમાં ઓડિશાથી ગાંજાનો જથ્થો લાવ્યા હોવાનું કહ્યું હતું. 

અગાઉ પાંચ આરોપી ઝડપાયા હતા

ગાંજાનો જથ્થો મોકલનાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં. પોલીસ દ્વારા ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. પકડાયેલા ટુકના ગૌડા, પપુન શેઠી, શંકર ગૌડા, સુશાન્તા ઈલન્ગા અને સનાત ગૌડા પાસેથી 47.912 ગ્રામ ગાંજો જેની કિંમત 479120 થાય છે. તે જથ્થો ઓડિશાથી અરૂણ અમુલ્ય પાત્ર દ્વારા આપવામાં આવ્યો હોવાની કબૂલાત કરી હતી.

બાતમીના આધારે ઝડપાયો

અરુણ અમૂલ્ય પાત્રને ઝડપી પાડવા માટે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મળી હતી કે, આરોપી રેલવેમાં સુરત આવ્યો છે. જેથી અરુણ પાત્રને રેલવે સ્ટેશન પાસે જય વિજય હોટલ પાસેથી ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અરુણ અમૂલ્ય પાત્ર દ્વારા અગાઉ કોની કોની પાસે ગાંજો ઘુસાડવામાં આવ્યો હતો. તે સહિતની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો