સુરતમાં સિક્યુરિટી ગાર્ડ જ નીકળ્યો ચોર, બંગલામાંથી 68 તોલા દાગીનાની તસ્કરી કરનાર બે દબોચાયા
સુરતમાં વાડ જ ચિભડાં ગળતી હોવાનું સામે આવ્યું હતું.રાંદેર દિવાળીબાગ પાસે ગાર્ડન સોસાયટીમાં

સુરતમાં વાડ જ ચિભડાં ગળતી હોવાનું સામે આવ્યું હતું.રાંદેર દિવાળીબાગ પાસે ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિકના બંગલામાંથી થયેલી 11.50 લાખની ચોરીમાં બંગલાનો સિક્યુરિટી ગાર્ડ જ ચોર નીકળ્યો છે. વળી પોલીસે ગાર્ડ અને તેના સાગરિતને સોનાના દાગીના સાથે પકડી પાડયા ત્યારે તેની પાસેથી 68 તોલાના દાગીના રૂ. 35 લાખના દાગીના રિકવરી કરવામાં આવ્યા છે.
3 વર્ષથી નોકરી કરતો
સિક્યુરિટી ગાર્ડને ખબર હતી કે પાછળથી બંગલામાં 3 ફુટ બાય ચાર ફુટની બારીમાંથી ઘુસી શકાય છે. આથી ગાર્ડે મિલમાલિક પત્ની સાથે વેસુ પાન ખાવા ગયા ત્યારે 35 લાખના દાગીનાની ચોરીને અંજામ આપી તેના મિત્રને ત્યાં દાગીના સગેવગે કર્યા હતા. રાંદેર પોલીસે નજીકના સીસીટીવી ચેક કરતાં ગાર્ડની મધરાત્રે સોસાયટીમાંથી બહાર જતો હોવાનું દેખાયું હતું. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે ચોરી કર્યાનીકબૂલાત કરી છે.બંગ્લાના માલિકે ગાર્ડને પરિવારના સભ્યની જેમ રાખ્યો હતો. છેલ્લા 3 વર્ષથી તે નોકરી કરતો હતો અને તેનો 10 હજારનો માસિક પગાર,રહેવાની સગવડ તેમજ ગાડીઓ સાફ કરવાના અલગથી 3 હજાર અપાતા હતા.
પતિ-પત્ની પાન ખાવા ગયા ને ચોરી
રાંદેર પોલીસે 19 વર્ષીય ગાર્ડ અલ્તાફશાહ સાંડુ શાહ ફકીર (મૂળજલગાંવ,મહારાષ્ટ્ર) અને ચોરીના દાગીના વેચાણ કરનાર સિવિલ કોન્ટ્રાકટર ઝકરીયા નુરૂલહક અંસારી(32)(કોહીનૂર પ્લાઝા,હોડી બંગ્લા)ની ધરપકડ કરી છે સાથે 35 લાખના દાગીના કબજે કર્યો છે. 22મી તારીખે રાત્રે મિલ માલિક પત્ની સાથે પાન ખાવા માટે વેસુ ગયા અને પોણા બે કલાકમાં તેમના ઘરમાંથી તસ્કરોએ 21 તોલાના સોનાના દાગીના અને 50 હજાર રોકડ મળી 11.50 લાખની ચોરી કરી ફરાર થયા છે. ઘરમાંથી મરચાં પાઉડરના પેકેટ મળ્યા હતા.








