મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીના લાવાકોઈ ગામની અનાજની દુકાનના સીલ 9 દિવસે પણ ન ખુલતાં ગરીબો રાશનથી વંચિત

નસવાડી તાલુકાના લાવાકોઇ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનના સીલ નવ દિવસ પછી પણ ખુલ

નસવાડીના લાવાકોઈ ગામની અનાજની દુકાનના સીલ 9 દિવસે પણ ન ખુલતાં ગરીબો રાશનથી વંચિત

નસવાડી તાલુકાના લાવાકોઇ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનના સીલ નવ દિવસ પછી પણ ખુલ્યા નથી. ત્રણ લાખથી વધુનો જથ્થો દુકાનમાં સીઝ કરીને પડયો છે. જ્યારે તંત્ર નજીકની ચાર દુકાનોમાં જથ્થો મળે તેવી વ્યવસ્થા કરી હોવાનું ગાણું ગાઈ રહ્યું છે. ત્યારે સિલ ન ખુલતા રેશનકાર્ડ ગ્રાહકો જથ્થા માટે ભટકી રહ્યા છે.

અનાજ મળતું નથી

નસવાડી તાલુકાના લાવાકોઇ ગામે આવેલી સસ્તા અનાજની દુકાન છેલ્લા નવ દિવસથી નસવાડી પુરવઠા મામલતદારે સિલ કરી છે. નવ દિવસથી તંત્ર દુકાનની તપાસ કરતું નથી. દુકાનનું સીલ ખોલવામાં આવ્યું નથી. જ્યારે આટલો મોટો જથ્થો દુકાનમાં પડયો છે. જ્યારે રેશનકાર્ડ ગ્રાહકોને ચાર દુકાનોમાં નજીકમાંથી જથ્થો મળે તે માટે વ્યવસ્થા કરી છે. પરંતુ આ સસ્તા અનાજની દુકાનમાં સાત ગામોનો સમાવેશ કરવામાં આવેલો છે. 300થી વધુ રેશનકાર્ડ ગ્રાહકો છે. વન નેશન વન રાશન યોજનામાં અનાજનો જથ્થો મળે તે માટે નસવાડી મામલતદાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે ગામડાના લોકોને તંત્ર દ્વારા ક્યાંથી જથ્થો મળશે અને કઈ સસ્તા અનાજનું દુકાનમાં ગામને જોડવામાં આવ્યું છે. તેની જાણકારી આપવામાં આવી નથી.

સીલ બાદ કોઈ મુલાકાતે આવ્યુ નથી

રેશન કાર્ડ ગ્રાહકો આસપાસની દરેક સસ્તા અનાજની દુકાનોના ધક્કા ખાઈ રહ્યા છે. જયારે માસના દિવસો પતિ ગયા પછી રેશનકાર્ડ ગ્રાહકોને આ માસનો જથ્થો મળે નહિ જયારે 9 દિવસ સુધી તંત્ર સીલ માર્યા પછી દુકાનની મુલાકાત લીધી નથી. તપાસ કરીને દુકાનમાં ગેરરીતિ હોય તો દુકાનનો જથ્થો બીજે આપી દુકાનદારને સજા કરવી જોઈએ. જયારે નવ નવ દિવસ વીતી જવા છતાંય દુકાનના અનાજનું સીલ ખોલવામાં આવ્યું નથી. હાલ તો અધિકારીઓ કાગળો ઉપર તપાસ ચલાવી રહ્યા છે. હવે ક્યારે આ સસ્તા અનાજની દુકાનને મારવામાં આવેલ અનાજનું સીલ ખુલશે તે એક પ્રશ્ન છે.  

આ સમાચાર શેર કરો