મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સ્કૂલના રિક્ષા ચાલકે 4 વર્ષની બાળકી સાથે કર્યા શારીરિક અડપલાં

સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની ચાર વર્ષની બાળકીની સ્કૂલે મુકવા જનરા રિક્ષા ચાલકે છેડતી કરી હ

સુરતમાં સ્કૂલના રિક્ષા ચાલકે 4 વર્ષની બાળકી સાથે કર્યા શારીરિક અડપલાં

સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની ચાર વર્ષની બાળકીની સ્કૂલે મુકવા જનરા રિક્ષા ચાલકે છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા ચાર મહિનાથી છેડતી કરનાર રિક્ષા ચાલકને પોલીસે દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

સૌ પ્રથમ માતાપિતાને જાણ કરી

રિક્ષાચાલક બાળકીને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ ઝાડી પાસે લઈ જઈ બીભત્સ હરકતો કરી અને શરીર પર હાથ લગાવી છેડતી કરતો હતો.ચાર વર્ષની માસુમ બાળા જ્યારે માતા-પિતાને આ અંગે જાણ કરી હતી. આ અંગે ખટોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી છે. 

પોલીસે આરોપીને દબોચ્યો

પોલીસે કહ્યુ કે, આશરે એક મહિનાથી રિક્ષાચાલક દ્વારા તેની શારીરિક છેડતી કરવામાં આવી રહી હતી. ચાર વર્ષની બાળકીએ પહેલા માતાને અને ત્યારબાદ પિતાને કરી હતી. જેના આધારે તેઓએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અમે આરોપી મુત્તલીબ શેખની ધરપકડ કરી છે. આરોપી રિક્ષાચાલક છે અને બાળકીને રોજે સ્કૂલેથી લેવા અને મૂકવા માટે આવતો હતો.

આ સમાચાર શેર કરો