છોટાઉદેપુરમાં શિક્ષણ વિભાગનો અંધેર વહીવટ, નસવાડીમાં કરોડોના ખર્ચે તૈયાર શાળાનું બિલ્ડીંગ ખાઈ રહ્યું છે ધૂળ
ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં અંધેર વહીવટ ચાલી રહ્યાનું સામે આવી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે

ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં અંધેર વહીવટ ચાલી રહ્યાનું સામે આવી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે કન્યા પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ કરોડોના ખર્ચે બન્યા પછી બિલ્ડિંગનુ ઉદ્દઘાટન ના થતાં ધૂળ ખાઈ રહ્યું છે. નસવાડી કન્યા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ નસવાડી કુમાર શાળામાં બે વર્ષથી સવારની પાળીમાં અભ્યાસ માટે જાય છે.
આ પણ વાંચોઃ સુરતમાં પોલીસ સ્ટેશનમાં પરણ્યા વર-વધુ, જમવાનું ઘટતાં લગ્ન મંડપમાંથી નાસી ગઈ હતી જાન
વિદ્યાર્થીઓ ઉદ્ઘાટનની જુએ છે રાહ
ધોરણ 1 થી 8ની કન્યા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓને પુરતો અભ્યાસ માટે પુરતો સમય મળતો નથી. જ્યારે કુમાર કન્યા શાળામાં કન્યા શાળાની વિદ્યાર્થીઓ બેસતી હોવાથી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ સ્કૂલમાંથી છૂટી ત્યાં સુધી કૂમાર શાળાના વિદ્યાર્થીઓ રાહ જોઈને સ્કૂલની બહાર બેસી રહે છે. છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકામાં અનેક ગામોમાં શાળાના ઓરડા વિના બાળકો અભ્યાસ કરે છે. ત્યારે નસવાડી કન્યા શાળાનું બિલ્ડીંગ બન્યા પછી કન્યા શાળાના વિદ્યાર્થીઓ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે.
વિદ્યાર્થિનીઓ હેરાન
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીઓ બાળકોના ભવિષ્યની ચિંતા નથી કરતા તેમજ તેઓની મુશ્કેલી પણ નથી જોતા તેનો આ વરવો નમૂનો છે. નસવાડી ખાતે કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ શાળાના બિલ્ડિંગ વિના બે વર્ષથી હેરાન પરેશાન છે. તેવા સમયે ઉદ્દઘાટનની રાહ જોયા વિના આ બિલ્ડિંગમાં વિદ્યાર્થિનીઓને બેસાડવી જોઈએ. જ્યારે આદિવાસી વિસ્તારમાં અધિકારીઓના વાંકે પ્રજા તો અત્યાર સુધી હેરાન હતી. પરંતુ હવે વિદ્યાર્થીનિઓ પણ હેરાન થઈ રહી છે.








