સુરેન્દ્રનગર કાર્બોસેલ ખાણમાં 3 મજૂરોના મોત મુદ્દે શું ભાજપ નેતાઓને બચાવવાનો પ્રયાસ? પોલીસની કામગીરી સામે આશંકા
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખા

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 03 મજૂરોના મોત મુદ્દે ભાજપના નેતાઓ સામે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે બન્ને ભાજપના નેતોને નિર્દોષ સાબિત કર્યા છે. મજૂરોના મોત મુદ્દે બોડી વોર્ન કેમેરાથી તમામ પ્રકારના પુરાવાઓ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી ભાજપના નેતાઓના પણ નામ પોલીસ ફરિયાદમાં લખાવતો હોવાનું રેકોર્ડિંગ પણ છે. તેમ છતાં ભાજપ નેતાઓને બચાવવાનો પોલીસે પ્રયાસ કર્યો છે.
જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરના ભેટ ગામે કાર્બોસેલની ખાણમાં 03 મજૂરોના મોત થયા હતા. જેમાં ફરિયાદીએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવતા મુળી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિના નામોનો પણ ઉલ્લેખ કર્યો હતો છતાં ભાજપના નેતા હોવાને કારણે કે પછી કોઈ અન્ય દબાણને લીધે પોલીસ ફરિયાદમાંથી આ નામ બાકાત કરવામાં આવ્યા છે.
લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, ભાજપના નેતાઓને બચાવવા માટે લીમડીથી લઈને કમલમ સુધીનો ધમધમાટ થયા પછી ભાજપ નેતાઓને બચાવવામાં સફળતા મળી છે. કોલસાના કાળા કારોબાર સાથે સંડોવાયેલા ભાજપ નેતાઓ સામે સી સમરી ભરીને નિર્દોષ કર્યા છે. જે ગામમાં ખનીજ ચોરી પકડાય તેને 24 કલાકમાં સરપંચને સસ્પેન્ડ કર્યા, તો ડીડીઓએ મુળી તાલુકા પંચાયતના ચેરમેન સામે કેમ પગલાં ના ભર્યા.
લીમડી ડીવાયએસપી દ્વારા સી-સમરી ભરી બંને ભાજપ નેતાને નિર્દોષ સાબિત કરવામાં આવ્યા છે. જોકે પોલીસની આ કામગીરી શંકા ઉપજાવે છે. આ બાબતે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ સરકારને ટકોર કરી હતી
જુલાઈ મહિનામાં કાર્બોસેલ ખાણમાં 3 મજૂરોના મોત થયા હતા. જેમાં બે ભાજપ આગેવાનોના નામ પણ આવ્યા હતા. જેમાં પોલીસ તપાસ બાદ બંને નેતાઓને સી સમરી ભરીને નિર્દોષ સાબિત કર્યા છે.








