મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: સારંગપુર બ્રિજ દોઢ વર્ષ માટે રહેશે બંધ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

અમદાવાદ સારંગપુર બ્રિજ પરથી પ્રસાર થતા વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નવા બ્રિજની કામગી

અમદાવાદ: સારંગપુર બ્રિજ દોઢ વર્ષ માટે રહેશે બંધ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

અમદાવાદ સારંગપુર બ્રિજ પરથી પ્રસાર થતા વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નવા બ્રિજની કામગીરીને કારણે દોઢ વર્ષ માટે આ બ્રિજને બંધ કરવામાં આવશે. પોલીસ કમિશનરે સારંગપુર બ્રિજને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. 2 જાન્યુઆરી 2025થી 30 જૂન 2026 સુધી આ બ્રિજ બંધ રહેશે. સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહાર વધશે.

સારંગપુર બ્રિજની જગ્યાએ વૈકલ્પિક રૂટ

અમદાવાદના 200 મીટરના સારંગપુર બ્રિજ દોઢ વર્ષ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.આ બ્રિજ બંધ થતા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • હવે ગીતા મંદિર-ગાંધી રોડ, ખાડીયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇ વાણિજ્ય ભવન થઇ અનુપમ/અંબિકા બ્રિજ થઇ એપરલ પાર્ક થઇ અનુપમ સિનેમા થઇ જરૂરીયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકશે.
  • ગીતા મંદિર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલવે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઇ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે.
  • રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રિજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઇ અનુપમ/અંબિકા બ્રિજ થઇ કાંકરીયા ગીતામંદિર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
  • રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રિજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઇ કાલુપુર બ્રિજ થઇ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.

439 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવાશે 

રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને  અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવાશે, જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે. 

આ પણ વાંચો: અમદાવાદથી અંબાજી વચ્ચે ટ્રેનની કામગીરી 20 ટકા પૂર્ણ, 2027 ચૂંટણી પહેલા થઇ શકે છે શરૂ

કાલુપુર-સારંગપુર બ્રિજ ઉંદરોએ કોતરી નાખ્યો

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના કાલુપુર-સારંગપુર બ્રિજને ઉંદરોએ કોતરી કાઢતાં બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હોવાનો દાવો કરાયો હતો. બ્રિજની ઉપર લોખંડની ગ્રીલ પણ ઉંદરો કોતરી ગયા છે.આ મુદ્દે અમદાવાદ મહા નગરપાલિકાના કાઉન્સિલ ઇકબાલ શેખે AMC કમિશ્નરને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ આ બ્રિજના સમારકામનો નિર્ણય લેવાયો હતો. 

આ સમાચાર શેર કરો