ભારે વરસાદથી સુરતનું સણીયા હેમાદ ગામ બેટમાં ફેરવાયુ, મંદિર ફરી પાણીમાં ગરકાવ થતાં લોકોમા રોષ
સુરતના સણિયા હેમાદ ગામમાં ભારે વરસાદથી ફરી પાણી ભરાયું હતું. દર વર્ષે ગામમાં ખાડીનું પાણી ભરાય છે.

સુરતના સણિયા હેમાદ ગામમાં ભારે વરસાદથી ફરી પાણી ભરાયું હતું. દર વર્ષે ગામમાં ખાડીનું પાણી ભરાય છે. જેથી લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. આ ગામમાં કડોદ, માંડવી, વાલક ગામનું પાણી ગામમાં આવે છે. ઉપરવાસમાં વરસેલા વરસાદની પાણીની આવક ખાડી મારફત આવે છે. જેથી છાસવારે પાણી ભરાઈ રહેતું હોવાથી ખોડિયાર માતાના મંદિર પાણીમાં ગરક થઈ રહ્યું છે.
ખાડી ઓવરફ્લો થતાં હાલાકી
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદે ધુંઆધાર બેટિંગ કરી છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવનને માઠી અસર પહોંચી હતી. સણિયા હેમાદ ગામમાં 7 ફૂટ પાણી ભરાયું હતું. દર વર્ષે ગામમાં ખાડીનું પાણી ભરાય છે. કડોદ માંડવી વાલક ગામનું પાણી ગામમાં આવે છે. ઉપરવાસમાં વરસેલા વરસાદની પાણીની આવક ખાડી મારફત સુરત આવે છે. ગયા વર્ષે સનિયા હેમાદ ગામ મહાનગર પાલિકા સમાવેશ થયું હતું.
ઘરવખરીને નુકસાન
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઓલપાડના કુડસદ ગામે આદિવાસી ફળિયામાં વરસાદી પાણી ભરાયા હતા. ઘરમાં ઘુંટણસમા પાણી ભરાયા હતા. રાત્રી સમય દરમિયાન ભારે વરસેલા વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કુડસદની નવપરા કોલોની,હળપતિ વાસના ત્રણ ફળિયામાં ઘુટણસમાં પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ફરી વળતાં ઘર વખરીને નુકશાન પહોંચ્યું હતું. ઘરોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.








