Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Fierce collision between two bikes, 3 youths die in accident

સાબરકાંઠા: નવા મોટા ગામ પાસે બે બાઈક વચ્ચે ભીષણ ટક્કર, દુર્ઘટનામાં 3 યુવાનોના મોત, બે ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 09 Mar 2025
લાઇવ ટીવીGoogle News
સાબરકાંઠા: નવા મોટા ગામ પાસે બે બાઈક વચ્ચે ભીષણ ટક્કર, દુર્ઘટનામાં 3 યુવાનોના મોત, બે ઘાયલ

રાજ્યમાં સતત વધી રહેલા રોડ અકસ્માતો વચ્ચે સાબરકાંઠાના પોશીના નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બે-બાઇક વચ્ચે ટક્કર સર્જાતા 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

App Store

બે બાઈક વચ્ચે ભીષણ ટક્કરમાં 3 યુવાનોના મોત

મળતી માહિતી અનુસાર સાબરકાંઠાના પોશીના નજીક લાંબડીયા રોડ પર નવા મોટા ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સજાર્યો હતો. બે સ્પોર્ટ્સ બાઇક સામે-સામે ધડાકાભેર ટકરાતા 3 યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ગુરૂવારે પહેલાં ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જીપમાં 40 જેટલાં શ્રમિકો મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે. ઈડરથી મજૂરીકામ પતાવીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતની ઘટના બની હતી.

ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો

જ્યારે અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનામાં 15 જેટલા લોકોને ઈજા પહોંચતા સરવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.