મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha/ મિનરલ વોટરના નામે બીમારીનો વેપલો; Vadali માં બે RO પ્લાન્ટના શુદ્ધ પાણીના દાવાઓ પોકળ

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી અને શુદ્ધ

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી અને શુદ્ધ પાણીના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાંનો પર્દાફાશ થયો છે. વડાલીમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા વચ્ચે હવે મિનરલ વોટરના નામે વેચાતા પાણીના સેમ્પલ ફેલ આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ગંભીર રોગચાળાનો આતંક

દૂષિત પાણીના કારણે વડાલીના અનેક વિસ્તારોમાં જળજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. સ્થાનિકો હાલ પીળિયો, કમળો અને કોલેરા જેવા ગંભીર રોગોનો સામનો કરી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી નળ વાટે આવતા ગંદા પાણીથી પરેશાન લોકો જ્યારે મિનરલ વોટર પ્લાન્ટ્સ પર નિર્ભર બન્યા, ત્યારે ત્યાં પણ તેમને 'ઝેર' પીવા મળી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

RO પ્લાન્ટ્સના સેમ્પલ ફેલ

જિલ્લા કલેક્ટરની સૂચના બાદ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા પાણીના નમૂનામાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

  • ગણેશ આર.ઓ. પ્લાન્ટ અને બ્રહ્માણી આર.ઓ. પ્લાન્ટ ના પાણીના સેમ્પલ પરીક્ષણમાં ફેલ જાહેર થયા છે.

  • આ સેમ્પલ ફેલ થતા સાબિત થયું છે કે શુદ્ધ પાણીના નામે લોકો પાસેથી પૈસા ખંખેરતી કંપનીઓ વાસ્તવમાં મોતના સોદાગર બનીને કામ કરી રહી છે.

તંત્ર સામે રોષ અને કલેક્ટરની મુલાકાત

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે વડાલીની મુલાકાત લીધી હતી અને તમામ જળ સ્ત્રોતોના સેમ્પલ લેવા આદેશ આપ્યા હતા. જોકે, સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરે છે. દૂષિત પાણી પીવા મજબૂર બનેલા નગરજનો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે, "લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર પ્લાન્ટ માલિકો અને બેદરકાર પાલિકા અધિકારીઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે?"

આ સમાચાર શેર કરો