મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha: વિજયનગરમાં બે કોમ વચ્ચે ઉગ્ર અથડામણ, હિન્દુ પરિવાર પર હુમલો થતા હિન્દુ સંગઠનોમાં રોષ

સાબરકાંઠાના વિજયનગર શહેરમાં નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી બાદ બે સમુદાયના લોકો વચ્ચે મોટી બબાલ થઈ હતી.

સાબરકાંઠાના વિજયનગર શહેરમાં નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી બાદ બે સમુદાયના લોકો વચ્ચે મોટી બબાલ થઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાઓ સામસામે આવી જતાં સ્થિતિ બેકાબૂ બની હતી. આ અથડામણ દરમિયાન એક હિન્દુ પરિવાર પર હુમલો થવાની ઘટના સામે આવી છે, જેને પગલે સ્થાનિક હિન્દુ સંગઠનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. હિન્દુ પરિવાર પર થયેલા હુમલા બાદ વિવિધ હિન્દુ સંગઠનો અને આગેવાનો મેદાનમાં આવ્યા છે અને તેઓ ટૂંક સમયમાં પીડિત પરિવારની મુલાકાત લેવાના છે.  વિજયનગર પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ત્યારે કેટલાક અસમાજિક તત્વોની રાત્રે જ અટકાયત કરવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો