Sabarkantha: હિંમતનગર નાગરિક સહકારી બેંક ચૂંટણી; ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ, EVM હોબાળા અને નિયમોના ભંગ વચ્ચે ભારે મતદાન
સાબરકાંઠાના હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈને આજે વહેલી સવારથી જ રસાકસીભર્
સાબરકાંઠાના હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈને આજે વહેલી સવારથી જ રસાકસીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારે 8:00 કલાકે મતદાનનો પ્રારંભ થતા જ મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા હતા, જેના કારણે બેંક પરિસર અને આસપાસના રસ્તાઓ પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ જ ભાજપની ચૂંટણીનો જંગ જામ્યો છે. પક્ષના જ બે જૂથો સામસામે હોવાથી આ ચૂંટણી માત્ર બેંકના વહીવટની નહીં, પણ સ્થાનિક નેતાઓના વર્ચસ્વ અને અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. ગત રાત્રે EVM મશીનોને લઈને થયેલા હોબાળાએ ચૂંટણી પૂર્વે જ માહોલ ગરમાવી દીધો હતો. ત્યારે આ ચૂંટણીમાં નિયમોને અવગણીને બે ટર્મથી ડિરેક્ટર પદે રહેલા ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે.
આગામી સમયમાં ચૂંટણી કાયદાકીય આંટીઘુંટીમાં ફસાય તેવી શક્યતાઓ છે. ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરીને ઉમેદવારો ચૂંટણી પરિસરની અંદર જ પોતાના સિમ્બોલ સાથે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. મતદાન મથકની અંદર થઈ રહેલા પ્રચાર છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં ન આવતા સવાલો ઉઠી રહ્યા છે.






