Sabarkantha news: વધુ એક પોન્ઝી સ્કીમ સામે નોંધાઈ ફરિયાદ, પોલીસે ચાર શખ્સોની કરી અટકાયત
સાબરકાંઠા જિલ્લાઓની વધુ એક પોન્ઝી સ્કીમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. એ પી કન્સલ્ટન્સ

સાબરકાંઠા જિલ્લાઓની વધુ એક પોન્ઝી સ્કીમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. એ પી કન્સલ્ટન્સી નામની પેઢી બનાવીને અનિલ કુમાર પ્રદિપસિંહ પરમાર નામના ઇસમે લોકોને 10થી 12% વ્યાજ આપવાની લાલચ આપી હતી અને મોટાપાયે રોકાણ કરાવ્યું હતું. જો કે છેલ્લા સાત માસથી ઓફિસો બંધ કરીને આ યુવાન ગાયબ થઈ ગયો હતો, તો બીજી તરફ રોકાણકારોને પોતાની રકમ ન મળતા તેઓએ છથી સાત મહિના રાહ જોયા બાદ હવે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે.
હિંમતનગર ગ્રામ્ય પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. હાલમાં મુખ્ય સૂત્રધાર અનીલસિંહ ફરાર છે, ત્યારે પોલીસ તેની પણ શોધ કરી રહી છે. આગામી સમયમાં એ પી કન્સલ્ટન્ટન્સીમાં રોકાણ કરનારા અન્ય રોકાણકારો પણ બહાર આવે તેવી શક્યતાઓ હાલમાં જોવાઈ રહી છે.




