મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં યોજાશે રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન, દીકરીઓ કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવા પ્રયાસ

સુરતની ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી 5મી જાન્યુઆરીના રોજ રન ફોર ગર્લ ચાઇલ

સુરતમાં યોજાશે રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન, દીકરીઓ કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવા પ્રયાસ

સુરતની ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી 5મી જાન્યુઆરીના રોજ રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડના આયોજનનો ઉદ્દેશ્ય દીકરીઓ કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવાનો છે.

આ પણ વાંચોઃ સુરતનો ચોંકાવનારો કિસ્સો, 16 વર્ષની તરૂણીને માતાના પ્રેમીએ દારૂ પીવડાવી બેલ્ટથી મારી કર્યુ શોષણ

દીકરીઓને સશક્ત બનાવવા પ્રયાસ

સંસ્થા વતી માહિતી આપતા મંત્રી નીતિન પટેલે કહ્યું કે, દીકરીઓને સશકત બનાવવા અને તેમના કલ્યાણ અને શિક્ષણ માટે સરકાર દ્વારા તો પ્રયત્ન થઈ રહ્યા છે, પણ સાથે જ સમાજ અને સામાજિક સંસ્થાઓની પણ આ જવાબદારી છે. જેને ધ્યાનમાં રાખીને ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી 5મી જાન્યુઆરીના રોજ સુરત ખાતે  એએમએનએસ રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. 

યુનિવર્સિટીથી શરૂ થશે દોડ

5મી જાન્યુઆરીએ સવારે ૫:૪૫ વાગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતેથી દોડ શરૂ થશે દોડનું સમાપન પણ ત્યાં જ થશે.  21 કિમી, 10 કિમી, 5 કિમી અને 2 કિમી એમ કુલ ચાર કેટેગરીમાં આ મેરથોન દોડ યોજાશે. દોડના અંતે અલગ અલગ 96 કેટેગરીમાં વિજેતાઓને 15 લાખ રૂપિયાના ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. સંસ્થા વતી લોકોને અપીલ કરી હતી કે હજી પણ ૧૦ અને ૨૧ કિલોમીટરમા રજીસ્ટ્રેશન શરૂ છે.

આ સમાચાર શેર કરો