મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad/ ‘RTI એક્ટિવિસ્ટો કરે છે બ્લેકમેલિંગ’, AMCના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો વિસ્ફોટક પત્ર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન સાથે સંકળાયેલ એક

Ahmedabad/ ‘RTI એક્ટિવિસ્ટો કરે છે બ્લેકમેલિંગ’, AMCના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો વિસ્ફોટક પત્ર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન સાથે સંકળાયેલ એક પત્ર હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા લખાયેલ આ પત્ર સામે આવતા તંત્ર અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે એસીબી ડાયરેક્ટરને પત્ર લખી RTI એક્ટિવિસ્ટો દ્વારા થતી હેરાનગતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. આ પત્રની નકલ એસીબી ઉપરાંત શહેર પોલીસ કમિશનર, ડીસીપી, મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી, વડાપ્રધાન તેમજ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પણ મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દક્ષિણ ઝોન વિસ્તારમાં થયેલા ગેરકાયદે બાંધકામો સામે Ahmedabad Municipal Corporation દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક RTI એક્ટિવિસ્ટો દ્વારા સતત ફોન કોલ, વોટ્સએપ મેસેજ અને ઇમેઇલ મારફતે દબાણ અને બ્લેકમેલિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે પોતાના પત્રમાં કેટલાક એક્ટિવિસ્ટોએ કેટલી અરજીઓ કરી તેનો પણ ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ, ACBમાં ફરિયાદ કરવાની ધમકી આપીને હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

આ પત્ર સાથે RTI એક્ટિવિસ્ટોનું એક લિસ્ટ પણ સામે આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લિસ્ટમાં સમાવાયેલ કેટલાક નામો રાજકીય રીતે સક્રિય હોવાનો પણ ઉલ્લેખ થયો છે. તેમાં રાજેશ સોનીનું નામ પણ સામેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જે હાલમાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરીકે કાર્યરત છે. લિસ્ટમાં અન્ય કેટલાક લોકો પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલો સામે આવતા શહેરના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હાલ આ મામલે અધિકૃત સ્તરે વધુ કોઈ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ પત્ર વાઇરલ થતા મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

 

આ સમાચાર શેર કરો