મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO / Ahmedabad: મણિનગર વિસ્તારમાં નજીવી બાબતે સગીર યુવતીની હત્યામાં આરોપી ઝડપાયો

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. ઝૂલેલાલ પાર્ક નજીક એક યુવકે શંકાના વહેમમાં પોતાન

તસવીર: gstv

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. ઝૂલેલાલ પાર્ક નજીક એક યુવકે શંકાના વહેમમાં પોતાની જ મંગેતરને મોતને ઘાટ ઉતારી દીધી.મૃતક યુવતીની ઓળખ ફલકનુમા સૈયદ તરીકે થઈ છે.આરોપી મોહમ્મદ અવેશ પઠાણ અને ફલકનુમાની સગાઈ થઈ હતી. જોકે, સંબંધોમાં શંકાએ જગ્યા લેતા આ કરુણ ઘટના બની હતી.આરોપીએ ફલકનુમાના માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. ઘટના બાદ મણીનગર પોલીસે તાત્કાલિક એક્શન લઈ આરોપી અવેશ પઠાણની અટકાયત કરી છે અને સઘન પૂછપરછ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો