મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત પોલીસને ખુલ્લો પડકાર, લુખ્ખા તત્વો સોશિયલ મીડિયામાં તિક્ષ્ણ હથિયાર બતાવી અપશબ્દો બોલ્યા

સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા લુખ્ખા તત્ત્વોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરાવ્યાની શાહી સૂક

સુરત પોલીસને ખુલ્લો પડકાર, લુખ્ખા તત્વો સોશિયલ મીડિયામાં તિક્ષ્ણ હથિયાર બતાવી અપશબ્દો બોલ્યા

સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા લુખ્ખા તત્ત્વોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરાવ્યાની શાહી સૂકાઈ નથી. ત્યાં ફરી અસામાજિક તત્ત્વો પોલીસની કામગીરીને ચેલેન્જ કરતા હોય તેવું સામે આવ્યું છે. અસામાજિક તત્ત્વો દ્વારા ઈન્સ્ટાગ્રામમાં તિક્ષ્ણ હથિયાર બતાવી રૌફ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. એક યુવક બિભત્સ શબ્દો બોલી કોઈપણ હોય કંઈ ફેર નથી પડવાનો બોલી રહ્યાં છે. અમરોલી વિસ્તારના લુખ્ખા તત્ત્વો હોવાનું પ્રાથમિક તબક્કે કહેવાતા હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અસામાજિક તત્ત્વોનો પડકાર 

ઇન્સ્ટાગ્રામ આઈડી પર તિક્ષ્ણ હથિયાર બતાવીને ડરનો માહોલ ઉભો કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 18 માર્ચના રોજ આ તત્ત્વો દ્વારા સોશિયલ મીડિયામાં ધાક ઉભી કરવા પ્રયત્ન કરાયો હતો. ત્યારે હાલ પોલીસ આ લુખ્ખા તત્ત્વોને શોધી રહી હોવાનું સામે આવ્યું છે. લોકો પણ આ પ્રકારના કૃત્યો કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે.

પોલીસની તપાસ તેજ

એક તરફ સુરત પોલીસે અસામાજિક તત્વોને બોલાવી ઇન્સ્ટાગ્રામ આઈડી પેરમનેન્ટ ડિલીટ કરી દેવામાં આવી રહી છે. બીજી તરફ આવા લુખ્ખાઓને જાણે કોઈ ડર જ ન હોય તેમ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને ચપ્પુ બતાવી લોકોમાં રોફ જમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો અમરોલી વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો