મહેસાણા મહાનગરપાલિકામાં વચેટિયા રાજ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
મહેસાણા મહાનગરપાલિકા બન્યાને હજી બે મહિના પણ પૂરા નથી થયાને તેની પર પ્રશ

મહેસાણા મહાનગરપાલિકા બન્યાને હજી બે મહિના પણ પૂરા નથી થયાને તેની પર પ્રશ્નાર્થચિહન મૂકતો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મહેસાણા મહાનગરપાલિકામાં વચેચિયા રાજ ચાલતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વચેયિટાઓ દાખલા કઢાવવા પૈસા લઈ ફોર્મ ભફરી આપતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મહેસાણા મહાનગરપાલિકામાં જન્મ-મરણના પ્રમાણપત્ર કઢાવવા માટે લાઈનો લાગે છે. ફોર્મ ન ભરી શકતા અરજદારોને વચેટિયા પૈસા લઈ ફોર્મ ભરી આપતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વચેટિયા રાજના વારલ વીડિયોને લઈ મહેસાણા મહાનગરપાલિકા હાલ ચર્ચામાં છે.
વચેટિયા રાજના વાયરલ વીડિયો અંગે મહેસાણા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે નિવેદન આપ્યું છે. આ વીડિયો અમે વિગતવાર જોયો છે. એમાં કોઈ તથ્ય જણાતું નથી, વીડિયોમાં જે ભાઈ છે તે હું લોકોની મદદ કરી રહ્યો છું તેમ જણાવી રહ્યાનો ડેપ્યુટી કમિશનરનો દાવો છે. આ ઉપરાંત ડેપ્યુટી કમિશનરે એવું પણ જણાવ્યું હતું કે, લોકોને અમે અપીલ કરીએ છીએ કે અહીંયા અમારું હેલ્પ ડેસ્ક છે જે અરજદારોને ન ફાવે તો ફોર્મ પણ ભરી આપીએ છીએ. અને છેલ્લે ડેપ્યુટી કમિશનરે એવું જણાવ્યું કે, આ વીડિયોમાં કોઈ તથ્ય જણાતું નથી બનાવટી વીડિયો બનાવી કોર્પોરેશનને બદનામ કરવાના ઇરાદે બનાવ્યો હોય તેવું જણાય છે.






