હોળી-ધૂળેટી નિમિત્તે વડોદરા શહેરની જિલ્લાની નદી-નાળામાં ન્હાવા માટે મૂકાયો પ્રતિબંધ
વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી નદીઓ, નાળા

વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી નદીઓ, નાળા પર સરકારી તંત્રએ ન્હાવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કારણ કે, નદી-નાળામાં ડૂબી જવાનો ખતરો છે. જેથી તંત્રએ તાત્કાલિક રીતે પ્રતિબંધ ફરમાવી દીધો છે. ધૂળેટી પર લોકો એકબીજા પર રંગો નાખી અને નદી-નાળામાં ન્હાવા જવાનું રાખતા હોય છે. જેથી વડોદરા શહેરની જિલ્લાની નદી-નાળા પર સ્નાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
વડોદરા જિલ્લામાં પસાર થતી મહીસાગર, નદી, સાવલી તાલુકાના લાંછનપુર, નારેશ્વર, સિંગરોટથી પસાર થતી નદીઓ પર ન્હાવા માટે તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકાયો છે. તહેવારમાં.મોટી સંખ્યા યુવાનો અને યુવતીઓ તેમજ બાળકો સ્નાન માટે આવતા હોય છે ત્યારે કોઈ ડૂબી ના જાય તે માટે તંત્રએ આવો નિર્ણય કર્યો હતો. જો કે, સ્થાનિકો પણ તંત્ર ન આ નિર્ણય ને આવકારી રહ્યા છે. આગાઉ પણ આ પર્વ દરમિયાન ડૂબી જવા ના બનાવો બન્યા છે જેને લઇ ને તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.




