મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડા-નડિયાદ હાઈવે પર કેમિકલ લીકેજ, મરીડા ગામની બે મહિલાઓ બેભાન થઈ

ખેડા જિલ્લાના નડિયાદ હાઈવે પર ગત રોજ ઑલિયમ 65 કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા

ખેડા-નડિયાદ હાઈવે પર કેમિકલ લીકેજ, મરીડા ગામની બે મહિલાઓ બેભાન થઈ

ખેડા જિલ્લાના નડિયાદ હાઈવે પર ગત રોજ ઑલિયમ 65 કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા કેમિકલ લીકેજ થતા આસપાસના વિસ્તારમાં તેની અસર જોવા મળી હતી. જો કે, આજે બીજો દિવસ થવા આવ્યો છતાં હજી આ કેમિકલની અસર મરીડા ગામમાં જોવા મળી રહી છે.

બે મહિલાઓને ઝેરી ગૅસને લીધે બેભાન થઈ ગઈ હતી. જેથી મહિલાઓને તાત્કાલિક અસરથી મરીડા આરોગ્ય કેન્દ્રમાં મહિલાઓને સારવાર માટે લાવવામાં આવી હતી. ઝેરી કેમિકલને લીધે મરીડા આરોગ્ય કેન્દ્ર ખાતે તાબડતોબ મેડિકલ ઓફિસ અને તેમની ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી.

મરીડા અને સલુણ ગામ આંગણવાડી અને શાળાઓમાં સંપૂર્ણ શિક્ષણ કાર્ય કેમિકલની અસરને લીધે બંધ રાખવાની નોબત આવી હતી. સતત બીજા દિવસે પણ ઝેરી કેમિકલ અને તેની અસર વર્તાઈ રહી છે. જેથી ગામના લોકોમાં હજી ભયનો માહોલ છવાયેલો છે. 

આ સમાચાર શેર કરો