મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખંભાળિયા-મોવાણ પાટિયા પાસેથી દૂધના વાહનમાંથી રોકડ રકમની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-મોવાણા પાટિયા પાસે અમૂલ કંપનીના દૂધના વાહનમાંથી રોક

ખંભાળિયા-મોવાણ પાટિયા પાસેથી દૂધના વાહનમાંથી રોકડ રકમની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-મોવાણા પાટિયા પાસે અમૂલ કંપનીના દૂધના વાહનમાંથી રોકડ રકમ થયેલી ચોરીનો ભેદ પોલીસે ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો હતો. પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડીને આખરે ગુનો ઉકેલી લીધો હતો. આરોપીઓ અમૂલ દૂધના વાહનમાંથી રોકડ રકમ અને 49 હજારની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે ચોર શખ્સોને દબોચી લીધા હતા.

દૂધના વાહનમાં ચોરીની ઘટના વાયરલ થઈ હતી. જેથી ચોરીના સીસીટીવી વાયરલ થતા પોલીસને ચોરીનો બનાવ ઉકેલવામાં મદદ મળી રહી હતી. ચોરીની રકમ સહિત સીએનજી ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ સમાચાર શેર કરો