મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સોશિયલ મીડિયા પર અસામાજિક પ્રવૃતિ કરનાર પર તવાઈ, સુરતમાં 25 રીલબાજોને બોલાવી ID ડિલિટ કરાવાઈ

સોશિયલ મીડિયા પર છવાઈ જવા માટે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે અસામાજિક પ્રવૃતિ કરનારા પણ

સોશિયલ મીડિયા પર અસામાજિક પ્રવૃતિ કરનાર પર તવાઈ, સુરતમાં 25 રીલબાજોને બોલાવી ID ડિલિટ કરાવાઈ

સોશિયલ મીડિયા પર છવાઈ જવા માટે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે અસામાજિક પ્રવૃતિ કરનારા પણ સોશિયલ મીડિયાથી પોતાની ધાક ઉભી કરવા માટે અવનવા વીડિયો મૂકતા હોય છે. ત્યારે સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ભાઈગીરી કરનારા તત્વો સામે તવાઈ લાવવામાં આવી હતી. 25 જેટલા રીલબાજોને એકઠા કરીને તેમની આઈડી પરમેનેન્ટ રીતે ડિલિટ કરાવી દીધી હતી.

ડોનની ઈમેજ ઉભી કરવી ભારે પડી

રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ પોલીસ દ્વારા ફિજિકલી તો કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ સોશિયલ મીડિયામાં પણ ભાઈગીરી કરનારા સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે દ્વારા સોસીયલ મીડિયા પર કાર્યવાહી શરૂ કરી છે. શહેરના 25 રીલબાજ અસામાજિક તત્વોને બોલાવી, તેમની ઈન્સ્ટાગ્રામ ID પરમેનેન્ટ ડિલીટ કરાવી દેવામાં આવી છે. આ શખ્સો માત્ર ગુનાખોરી જ નહીં, પણ સોશિયલ મીડિયા પર પોતાની રીલ મૂકીને ગેંગસ્ટર, ભાઈ અને ડોનની ઇમેજ ઊભી કરી રહ્યા હતા.

ચીમકી પણ અપાઈ

અસામાજિક તત્વો લોકોમાં ડર ફેલાવવા માટે પોતાની ગેંગસ્ટર શખ્સિયત ઊભી કરવા માટે રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા.આ રીલ્સમાં હથિયારો, ધમકીભર્યા સંદેશા અને ગેંગ વોર્નિંગ્સ પણ જોવા મળતા હતા. હવે, સુરત ક્રાઇમ બ્રાન્ચે આવા શખ્સોની ઓળખ કરી, તેમની ઈન્સ્ટાગ્રામ IDઓને હમેશા માટે ડિલિટ કરાવી દીધી છે. સાથે જ નવી આઈડી પરથી આ પ્રકારની પ્રવૃતિ ન કરે તે માટે પણ પોલીસ દ્વારા ચીમકી આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો