વિધાનસભામાં ધારાસભ્ય પર કેમ બગડ્યા અધ્યક્ષ? સોશિયલ મીડિયા પરથી વીડિયો દૂર કરવા આપી સલાહ
ગુજરાત વિધાનસભામાં બજેટ સેશન ચાલી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે.

ગુજરાત વિધાનસભામાં બજેટ સેશન ચાલી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં ડૉક્ટરની ઘટ,આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની ઘટ જેવા આરોગ્યને લગતા કેટલાક પ્રશ્નો ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવ્યા હતા જેનો સરકારે જવાબ આપ્યો હતો. આ દરમિયાન ગૃહની કાર્યવાહી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવતા ધારાસભ્ય પર અધ્યક્ષ ઋષિકેશ પટેલ બગડ્યા હતા.
પાંચ વર્ષમાં ગુજરાતમાં વસ્તીના આધારે ડૉક્ટર મળશે- ઋષિકેશ પટેલ
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં વસ્તીને આધારે ડોક્ટર ઉપલબ્ધ બનશે. ઋષિકેશ પટેલે ગૃહને ખાતરી આપી કે,વસ્તીને આધારે ડોક્ટર હોવાના નિયમો છે તે પ્રમાણે પાંચ વર્ષમાં થઈ જશે.
બનાસકાંઠામાં આરોગ્ય કેન્દ્ર પર કર્મચારીઓની ઘટ- જીગ્નેશ મેવાણી
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમાં બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર પર કર્મચારીઓની ઘટ છે.કોન્ટ્રાક્ટ કર્મચારીઓને લઘુત્તમ વેતન નથી મળતું કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો PF નથી કપાતો અને સેલેરી સ્લીપ પણ નથી મળતી. જીગ્નેશ મેવાણીએ કોન્ટ્રાક્ટર કર્મચારીઓને નાણાં ચૂકવવાની વિગતો ગૃહમાં રજૂ કરી હતી. જવાબ આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે- આઉટસોર્સિંગ એજન્સી બિલ મુકાય ત્યારે બિલ પ્રમાણે ચૂકવાય છે, કોન્ટ્રાક્ટર તરફથી કર્મચારીઓને યોગ્ય પગાર ન ચૂકવવાની ફરિયાદ નથી મળી.
GPSC આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ ક્યારે ભરાશે? વિધાનસભામાં મંત્રીએ ફોડ પાડ્યો
ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં ચાલતી સરકારી અને ગ્રાન્ટ ઇન કોલેજમાં મહેકમ વિશે ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં મંત્રીએ ફોડ પાડ્યો કે ભરતી માટે આયોજન છે પણ એ આવનાર 10 વર્ષમાં કરવામાં આવશે, પરંતુ ક્યારે કરવામાં આવશે? એ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું હતું.
આ પ્રશ્નના લેખિત જવાબ બાદ ધારાસભ્યએ મંત્રીએ પૂછ્યું કે છોટા ઉદેપુર જિલ્લાની સરકારી અને ગ્રાન્ટ ઈન કોલેજોમાં કેટલી જગ્યાઓ ખાલી છે. મંત્રીએ જવાબ આપ્યો કે છોટા ઉદેપુર એમાં 3 સરકારી કોલેજ આવેલી છે, મદદનીશ પ્રાધ્યાપકની 26 જગ્યાઓ માંથી માત્ર 6 જગ્યાઓ ઇન્ચાર્જમાં ચાલે છે અને 4 ગ્રાન્ટ ઈન કોલેજમાં માત્ર 2 જગ્યાઓ ખાલી છે અને 55 જગ્યાઓ બાકી છે.આ પ્રશ્નમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પ્રશ્ન પૂછ્યો હતો કે આચાર્ય અને પ્રાધ્યાપકની ભરતી કેવી રીતે કરવામાં આવે છે. તેના જવાબમાં મંત્રી એ જણાવ્યું કે આર્ટસ, કોમર્સ, સાયન્સની PhDની પદવી અને 15 વર્ષના અનુભવવાળાને આચાર્ય તરીકે ભરતી કરવામાં આવે છે. GPSC દ્વારા ભરતી કરવામાં આવે છે.
આ જ પ્રશ્નમાં પાટણના ધારાસભ્ય પ્રો કિરીટ પટેલે પ્રશ્ન પૂછ્યું કે આ જગ્યાઓ કેટલા સમયથી ખાલી છે. સ્પોર્ટ્સ અને લાઇબ્રેરીયનની ભરતી કરવાનો પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં મંત્રીએ જવાબ આપ્યો કે આવનાર 10 વર્ષ માટે ભરતી કેલેન્ડર છે જે મુજબ રોસ્ટર નિભાવીને ભરતી કરવામાં આવે છે.
ગુજરાતની વિરાસત સાથે જોડાયેલી કોલેજનું રિનોવેશન કરાશે
ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગુજરાતની વિરાસત સાથે જોડાયેલી કોલેજના રિનોવેશનને લઇને સવાલ પૂછ્યો હતો જેનો મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો. ગુજરાતની વિરાસત સાથે જોડાયેલી કોલેજનું રિનોવેશન કરવામાં આવશે. ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યની અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ, મોરબીની કોલેજ સહિતની ઐતિહાસિક કોલેજને મૂળ સ્વરૂપે જ રાખી રિનોવેશન કરવામાં આવશે.મોરબી અને અમદાવાદની 2 કોલેજ માટે 10 કરોડ ફાળવવામાં આવ્યા છે.
વિધાનસભાના વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવા અધ્યક્ષની ટકોર
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહમાં ધારાસભ્યને ગૃહની કાર્યવાહીના વીડિયોને પોતાના સોશિયલ મીડિયા પેજ પરથી દૂર કરવાની ટકોર કરી હતી. જો ધારાસભ્ય વિધાનસભા ગૃહની કાર્યવાહીનો વીડિયો ડિલેટ નહીં કરે તો તપાસના આદેશ પણ આપવાની વાત કરી હતી.








