મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PM મોદી આજે ગુજરાતમાં, અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે યોજશે રોડ શો

તા. 25-26મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે તંત્ર ઉંધા માથે છ

PM મોદી આજે ગુજરાતમાં, અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે યોજશે રોડ શો

તા. 25-26મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે તંત્ર ઉંધા માથે છે. અમદાવાદ આગમન બાદ એરપોર્ટથી નિકોલ સુધી દોઢેક કિ.મી લાંબો રોડ શો યાજાશે. આ ઉપરાંત બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન અમદાવાદ,ગાંધીનગર અને મહેસાણામાં કુલ 5477 કરોડના વિકાસના કામોનું લોકાપર્ણ અને ખાતમુહુર્ત પણ કરશે.

એરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજાશે

વડાપ્રધાન ગુજરાત મુલાકાતને પગલે અમદાવાદમાં એરપોર્ટથી માંડીને નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજાશે. આ માર્ગો પર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ખાસ સ્ટેજ ઉભા કરાયાં છે. નરેન્દ્ર મોદીએ નિકોલમાં એક જાહેરસભાને સંબોધિત પણ કરશે.

રુ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને રૂ 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

અમદાવાદમાં વડાપ્રધાનના હસ્તે રુ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને રૂ 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે. રૂ. 133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપિરના ટેકરોના સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ વાન્ટર ડ્રેનેજ સિસ્ટમ સહિત અમદાવાદ શહેરના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહુર્ત કરાશે.

આ સમાચાર શેર કરો