મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પેસા કાયદાને લઈને મહારાષ્ટ્ર સરહદે રસ્તા રોકો આંદોલન, શિરડી ગયેલા 33 ગુજરાતીઓને ફસાતા કરાયુ રેસ્ક્યું

સાપુતારાની સરહદને અડી આવેલ હદગઢ બોરગાવમાં પેસા કાયદાના અમલની માંગ સાથ

પેસા કાયદાને લઈને મહારાષ્ટ્ર સરહદે રસ્તા રોકો આંદોલન, શિરડી ગયેલા 33 ગુજરાતીઓને ફસાતા કરાયુ રેસ્ક્યું

સાપુતારાની સરહદને અડી આવેલ હદગઢ બોરગાવમાં પેસા કાયદાના અમલની માંગ સાથે રસ્તા રોકો આંદોલનમાં ચાલી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રમાં નાસિક શિરડી દર્શને ગયેલા 33 ગુજરાતી મુસાફરોને સાપુતારા પોલીસે રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. તમામ પ્રવાસીઓને પોલીસે સાપુતારાથી અન્ય વાહનો ભાડે કરી ચીખલી રવાના કર્યા હતો.

રાત્રિના અંધકારમાં કેડી પર ચાલ્યા

જિલ્લા પોલીસ વડા યશપાલ જગણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ જી પાટીલને કેટલાક ગુજરાતી પ્રવાસીઓ આંદોલનને પગલે ફસાયા હોવાનો કોલ આવ્યો હતો. જેથી સાપુતારા પીએસઆઇ નિખિલ ભોયા અને સ્ટાફ સાદા ગણવેશમાં જઈ ફસાયેલાં 11 બાળકો અને 22 સ્ત્રી પુરુષને જંગલની કેડી પર ચાલી રાત્રીના અંધકારમાં 5 કિમી સાપુતારા લાવી ઘરે પહોંચાડ્યા હતા.

તમામ માર્ગો બંધ કરી દેવાયા

સાપુતારા પોલીસે મળસ્કે 3 વાગ્યાના અરસામાં મહારાષ્ટ્રમાં ફસાયેલાં પ્રવાસીઓને રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા હતા. તમામ પ્રવાસીઓ નવસારી જિલ્લાના ચીખલીના હોવાનું જાણવા મળ્યું છે. સુરગાણા તાલુકાના બોરગાવ કે જે સાપુતારાથી મહારાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ હોય આંદોલનકારી આદિવાસીઓએ તમામ માર્ગો બંધ કરી દેતા હજજારો વાહનો બોર્ડર પર ખડકલો થયો છે. 

આ સમાચાર શેર કરો