મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, ગુજરાતના આ નેતાઓને સોંપાઇ જવાબદારી

મહારાષ્ટ્રમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે મહ

ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, ગુજરાતના આ નેતાઓને સોંપાઇ જવાબદારી

મહારાષ્ટ્રમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત ભાજપના નેતાઓને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જવાબદારી સોપવામાં આવી છે.

ગુજરાતના આ નેતાઓને સોપવામાં આવી જવાબદારી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ જવાબદારી સોપવામાં આવી છે. વલસાડના સાંસદ ધવલ પટેલને પણ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં જવાબદારી સોપવામાં આવી છે.

એક નેતાને 12થી 14 વિધાનસભાની જવાબદારી

મહારાષ્ટ્રમાં 230 વિધાનસભા બેઠક પર આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપના નેતાઓને જવાબદારી સોપવામાં આવી છે. એક નેતાને મહારાષ્ટ્રની 12થી 14 વિધાનસભાની જવાબદારી સોપાઇ છે. મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતી સમુદાયને આકર્ષવા માટે ભાજપે ગુજરાતના નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. આગામી 17 તારીખ બાદ આ નેતાઓ તબક્કાવાર મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે.

આ સમાચાર શેર કરો