મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'સારૂ થયું કે હું મંત્રી'..., મંત્રીપદ ના મળતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે જાણો શું કહ્યું?

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ થઇ છે. ગુજરાતના

'સારૂ થયું કે હું મંત્રી'..., મંત્રીપદ ના મળતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે જાણો શું કહ્યું?

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ થઇ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્ત્વ હેઠળ ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતમાં 25 મંત્રીઓએ શપથ લીધા હતા. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને સી.જે.ચાવડાના મંત્રી બનવાના અભરખા અધૂરા રહી ગયા છે.

હાર્દિક પટેલે મંત્રીપદ ના મળતા શું કહ્યું?

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને મંત્રી પદ ના મળતા પોતાની પ્રતિક્રિયા આપી હતી. હાર્દિક પટેલે કહ્યું કે, " અમદાવાદના મુખ્યમંત્રી છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદના છે. દરેક વિસ્તારના લોકોને ભાજપે સાચવ્યા છે. દરેક સમાજના લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનું કામ છે. દરેક સમાજને ન્યાય મળ્યો છે. 2 વર્ષ થયા ધારાસભ્ય બન્યે, નવો ધારાસભ્ય છું. જે વિસ્તારમાંથી હું આવું છું તે જમીની સ્તર પર સક્રિયતાથી કામ કરવું પડે. હું તો એવું ઇચ્છું કે સારૂ થયું બે-અઢી વર્ષ સુધી વિસ્તારમાં કામ કરી શકીશ અને આગામી વિધાનસભા ચૂંટણી જીતી શકીશ."

અલ્પેશ ઠાકોરે તમામ મંત્રીઓને પાઠવી શુભકામના

અલ્પેશ ઠાકોરને પણ મંત્રી પદ આપવામાં આવ્યું નથી. અલ્પેશ ઠાકોરે કહ્યું, "સ્વરુપજી ઠાકોરને ખાસ કરીને શુભકામના પાઠવું છું. જે રીતે બધા મંત્રી આવ્યા છે, ગુજરાતની પ્રગતિમાં ખુબ મોટો ભાગ ભજવશે. બધા લોકો સારી રીતે ઇમાનદારીથી કામ કરશે, આ બધાને મારી શુભકામના છે."

ક્યા ક્યા નેતાઓ મંત્રી બન્યા?

ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી

કેબિનેટ મંત્રી

ઋષિકેશ પટેલ 
જીતુ વાઘાણી 
કનુભાઈ દેસાઈ 
કુંવરજી બાવળીયા 
નરેશ પટેલ 
અર્જુન મોઢવાડિયા 
પ્રદ્યુમન વાજા 
રમણ સોલંકી

રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો

ઇશ્વર પટેલ 
પ્રફુલ પાનસેરીયા 
મનિષા વકીલ

રાજ્યકક્ષાના મંત્રીઓ

કાંતિ અમૃતિયા 
રમેશ કટારા 
દર્શના વાઘેલા 
પ્રવીણ માલી 
સ્વરૂપ ઠાકોર 
જયરામ ગામીત 
રિવાબા જાડેજા 
પી સી બરંડા
સંજય મહિડા 
કમલેશ પટેલ 
ત્રિકમ છાંગા
કૌશિક વેકરિયા

આ સમાચાર શેર કરો