બોટાદ: ભાગ્યે જ જોવા મળતો મોંઘેરો શ્વેત કપિલા નંદી, જાણો શું છે તેની ખાસિયત
આજના યુગમાં મોટી સંખ્યામાં લોકો પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે. પશુ પાલનના વ્યવસાય થકી

આજના યુગમાં મોટી સંખ્યામાં લોકો પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે. પશુ પાલનના વ્યવસાય થકી લોકો લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે. પશુપાલક સધ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવી છે. જેના લાભો લઈને પશુપાલકની આર્થિક સ્થિતિ ખૂબ જ સુધરી છે. પશુઓ જેટલા સારા અને તંદુરસ્તો હોય તેટલો જ ફાયદો પશુપાલકને થતો હોય છૅ. બોટાદના ગઢડાના ઢસા ગામે ખૂબ જ મોંઘો નંદી આવેલો છે જેની ઘણી વિશેષતાઓ રહેલી છે.
બોટાદના ગઢડાના ઢસા ગામના 30 વર્ષીય સંજયભાઈ રાઠોડ પોતે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા પાંચ વર્ષેથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પશુપાલનના વ્યવસાય થકી પોતે આર્થિક સધ્ધર બન્યા છે. તેમની પાસે શ્વેત કપિલા અસલ ગીર નસલો મોંઘો નંદી રહેલો છે. જેમાં ખૂબ જ વિશેષતાઓ રહેલી છે.
પશુપાલક સંજયભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આ નંદીમાં ખૂબ જ વિશેષતા જોવા મળેલ છે. આ લગભગ કોઈ ખેડૂત પાસે હોતો નથી, તે માત્ર તમને મંદિરમાં જ જોવા મળે છે. આ નંદી સંપૂર્ણ પણે શ્વેત કપિલા હોય છે અને અસલ ગીર નસલનો છે. આની માંગ ખૂબ જ વધી હોય છે હાલમાં આ નંદીની બજાર કિંમત ₹5,51,000 છે. તે સંપૂર્ણ પણે શ્વેત હોય છે તેમની નાક સહિતની વસ્તુઓ વાઈટ હોય છે એટલા માટે તેને શ્વેત કપિલા નંદી તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો : સાબરકાંઠા: વન વિભાગે આ ગામની 75 એકર જમીન પચાવી પાડી હોવાનો આરોપ; જાણો શું છે સમગ્ર ઘટના
પશુપાલક સંજયભાઈ રાઠોડ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, આ નંદીની લોકો બહુ જ માંગ કરી રહ્યા છે. આ નંદીના સીમન્સ પણ વેચવામાં આવે છે તેમના એક મિત્ર ડોક્ટર છે તે આમના સીમન્સ લઈ અને અન્ય જગ્યાએ તેમનું બીજદાન કરવામાં આવે છે તેમાં પણ સારી કમાણી મળી રહે છે. હાલમાં આ નંદિની કિંમત 5,51 લાખ તરીકે બોલાય છે અને લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે. આ નંદીની ખૂબ જ સારી રીતે સાર સંભાળ કરવામાં આવે છે. તેમને ત્રણ ટાઈમ ખાણ નીરણ, દાણ, ચારો સહિતની વસ્તુઓ આપવામાં આવે છે અને સમયસર પશુ ડોક્ટર દ્વારા ચેકઅપ કરવામાં આવે છે.
પશુપાલક સંજયભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે, સમગ્ર ભારત દેશમાં કોઈને સારા બચ્ચા પેદા કરવા માટે સિમન્સ જોઈએ તો તે પણ તેમની પાસે ઉપલબ્ધ છે અને મોકલવામાં પણ આવે છે જેને લઇ સારી ઓલાદો પેદા થાય છે. અને અસલ ગીર નસલનું બચ્ચાઓ પેદા થાય છે તેમ સંજયભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું.








