છોટાઉદેપુરની ઓરસંગ નદી પરનું મંદિર બચાવવા રેલી, પ્રોટેક્શન વોલને લઈને બંધ સહિતના કરાયા એલાન
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ઓરસંગ નદી ઉપર અર્જુન નાથ મહાદેવ મંદિર આવેલ છે. તે મંદિરનું ધોવાણ અટકાવવા માટે ધારાસભ્ય

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ઓરસંગ નદી ઉપર અર્જુન નાથ મહાદેવ મંદિર આવેલ છે. તે મંદિરનું ધોવાણ અટકાવવા માટે ધારાસભ્ય સાંસદને બે વર્ષથી રજૂઆત ગ્રામજનોએ કરી હતી. પરંતુ પ્રોટેક્શન વોલ મંજૂર ન કરાતા ભક્તો ભેગા થઈને સંખેડા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. સાથે જ મંદિર બચાવોના સૂત્રોચ્ચાર કરીને રેલી કાઢવામાં આવી હતી. જ્યારે 31/1/2025 ના રોજ ભક્તો સંખેડા ગામના પ્રવેશ દ્વારા ઉપર રામધૂન કરશે સાથે જ 1/2/2025 ના રોજ સંખેડા બંધનું એલાન પણ આપ્યું છે.
આક્રોશ ફેલાયો
સંખેડા ખાતે ઓરસંગ નદી ઉપર અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલ છે. વર્ષો પુરાણું મંદિર છે. જ્યારે ભાવિ ભક્તો મહાદેવના દર્શન માટે સેંકડોની સંખ્યામાં દરરોજ આવે છે. જ્યારે નદીના કિનારે મંદિર આવેલું હોવાથી મંદિરની દિવાલને નુકશાન થઈ રહ્યું છે. જ્યારે બે વર્ષથી મંદિરને બચાવવા પ્રોટેક્શન વોલ બનાવવા માટે સાંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખને ભાવિ ભક્તોએ રજૂઆત કરવા છતાંય પ્રોટેક્શન વોલ મંજુર કરાવતા નથી. જેને લઇને લોકોમાં આક્રોશ ફેલાતા તમામ ભક્તો ભેગા થઈને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
લોકોના આક્ષેપ
છોટાઉદેપુર જિલ્લામાં ત્રણેય ધારાસભ્યો ભાજપના સાંસદ ભાજપના છ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન હોવા છતાંય મંદિરની એક દિવાલ બનાવી ના શકતા જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. અનેક ભાષણોમાં નેતાઓ વિકાસની વાતો કરે છે. ત્યારે મહાદેવના મંદિરને બચાવવા માટે આગળના આવતા આગામી દિવસોમાં નેતાઓને પ્રજાને જવાબ આપવો મોંઘો પડી શકે તેમ છે.સંખેડા તાલુકા ભાજપને ખોબલે ખોલબે મત આપે છે. ત્યારે કરોડો રૂપિયા વિકાસના નામે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ત્યારે મંદિરની એક પ્રોટેક્શન વોલ બનાવવામાં નેતાઓ ભક્તોને ઠગી રહ્યા છે તેવા આરોપ કરાયા છે.








