Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Video/ Woman who stole jewelry from Neelkanth Jewelers in Rajkot caught within hours

Video/ Rajkot ના નીલકંઠ જ્વેલર્સમાં દાગીનાની ચોરી કરનાર મહિલા ગણતરીની કલાકોમાં ઝડપાઈ, CCTV એ ખોલ્યો ચોરીનો ભેદ

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના જાણીતા જ્વેલર્સ શોરૂમમાં ગ્રાહક બનીને આવેલી એક મહિલાએ નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. જોકે, રાજકોટ એ-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપી મહિલાને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કર્યો છે.

App Store

સ્ટોકની ગણતરી કરતા ચોરીનો ઘટસ્ફોટ થયો

રાજકોટના 'નીલકંઠ જ્વેલર્સ'માં જ્યારે માલિક દ્વારા દૈનિક સ્ટોકની ગણતરી કરવામાં આવી રહી હતી, ત્યારે સોનાના કેટલાક દાગીના ઓછા હોવાનું ધ્યાને આવ્યું હતું. દાગીના ગુમ થતા જ્વેલર્સ માલિકે તાત્કાલિક શોરૂમના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજમાં એક મહિલા કર્મચારીની નજર ચૂકવી અત્યંત સિફતપૂર્વક સોનાના દાગીના પોતાની પાસે છુપાવતી સ્પષ્ટપણે કેદ થઈ હતી.

પોલીસની ત્વરિત કાર્યવાહી

ચોરીની ખાતરી થતા જ સોની વેપારીએ રાજકોટ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સોનલબેન સોલંકી નામની મહિલાને શોધી કાઢી હતી.

મુદ્દામાલ સાથે ધરપકડ

પોલીસે આરોપી સોનલબેનની પૂછપરછ કરી તેમની પાસેથી ચોરી કરેલા દાગીના રિકવર કર્યા છે, જેમાં સોનાના પેન્ડલ, 2 જોડ સોનાની બુટ્ટી આ તમામ મુદ્દામાલ પોલીસે કબજે કરી મહિલાની ધરપકડ કરી છે.

વેપારીએ માન્યો પોલીસનો આભાર

ચોરીનો ભેદ આટલી ઝડપથી ઉકેલાતા નીલકંઠ જ્વેલર્સના માલિક ધ્રુવિક ધોળકિયાએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "એ-ડિવિઝન પોલીસની સક્રિયતાને કારણે મારા કિંમતી દાગીના પરત મળ્યા છે, જે બદલ હું પોલીસ તંત્રનો આભાર માનું છું."