બનારસ–ઓખા એક્સપ્રેસના પાર્સલ કોચમાં 14.53 લાખનું કોપર ઝડપાયું; બિલ ન હોવાથી GST ચોરીની આશંકા

બનારસ–ઓખા એક્સપ્રેસના પાર્સલ કોચમાં 14.53 લાખનું કોપર ઝડપાયું; બિલ ન હોવાથી GST ચોરીની આશંકા
તસવીર: AI
આ સમાચાર સાંભળો

બનારસથી ઓખા જતી બનારસ–ઓખા એક્સપ્રેસના પાર્સલ કોચમાંથી રાજકોટ રેલવે પોલીસે રૂ.14.53 લાખની કિંમતનો 1,321 કિલો કોપરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો વારાણસીથી ઉદય કાર્ગો કંપની દ્વારા રાજકોટ લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં GST ચોરીના આશયથી કોપરનો જથ્થો બિલ વગર લાવવામાં આવ્યો હોવાનું જણાતા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનારસ–ઓખા એક્સપ્રેસના પાર્સલ કોચમાંથી ₹14.53 લાખનું કોપર ઝડપાયું

જાહેરાત

રાજકોટ રેલવે પોલીસને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે રાજકોટ પહોંચેલી ટ્રેનના પાર્સલ કોચમાં ઉતારી પ્લેટફોર્મ પર રાખવામાં આવ્યા હતા. આ જથ્થાની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન મોડી રાતે આ જથ્થો લેવા આવેલા ઇસમની પૂછપરછ કરતા કોપરનો જથ્થો મળી આવ્યો હતો જેને પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જથ્થાનું વજન 1,321.02 કિલો અને કિંમત રૂ.14,53,900 હોવાનું જાણવા મળ્યું છે.

GST વિભાગને રિપોર્ટ કરાશે

આ કેસની તપાસ કરી રહેલા PSIએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં GST ચોરી કરીને કોપર લાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. હાલ રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં GST વિભાગને આ અંગે રિપોર્ટ કરવામાં આવશે અને GST ચોરી અંગે પોલીસ દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.

પોલીસ દ્વારા કોપરનો જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો અને કોના સુધી પહોંચાડવાનો હતો તે અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. ઉદય કાર્ગો કંપની મારફતે આ જથ્થો વારાણસીથી રાજકોટ લાવવામાં આવ્યો હોવાથી કંપનીની ભૂમિકા સહિતના મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત