Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot Zone-1 Sub Registrar Office Property Document scam

રાજકોટ : સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કૌભાંડ, 3 સામે ફરિયાદ, એકની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2024
લાઇવ ટીવીGoogle News
રાજકોટ :  સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કૌભાંડ, 3 સામે ફરિયાદ, એકની અટકાયત

રાજકોટ મહાનગરપાલિકાના ઝોન-1ની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખોટા દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. આ મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જામથી એકની પોલીસે અટકાયત  કરી છે. 

App Store

આ 3 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ 

  • હર્ષ સોની - કચેરીનો કમ્પ્યુટર ઓપરેટર
  • જયદીપ ઝાલા -  કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઈઝર 
  • કિશન ચાવડા - વકીલ 

આરોપીઓએ જુના દસ્તાવેજો ડીલીટ કરી બનાવટી દસ્તાવેજો રેકોર્ડમાં અપલોડ કર્યા 

આ સમગ્ર મામલે DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું કે આ ત્રણેય આરોપીઓએ ઝોન-1ની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ મિલકત સંબંધી જુના દસ્તાવેજોની સ્કેન કોપી સાથે ચેડાં કરીને, સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરીને તેની જગ્યાએ ઉભા કરેલા ખોટા દસ્તાવેજો અપલોડ કર્યા હતા. આ રીતે અસલ દસ્તાવેજોની જગ્યાએ ખોટા દસ્તાવેજો ઉભા કરીને આર્થિક લાભ મેળવ્યો હતો. 

કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઈઝર જયદીપ ઝાલાની અટકાયત 

આ સમગ્ર કૌભાંડમાં પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ઝોન-1ની સબ રજિસ્ટ્રાર કચેરીના કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઈઝર જયદીપ ઝાલાની પોલીસે અટકાયત કરી છે. અન્ય આરોપીઓ હર્ષ સોની અને કિશન ચાવડાની ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. 

આરપીઓએ 17 દસ્તાવેજો સાથે ચેડા કર્યા  

DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું કે પોલીસ તપાસમાં હાલ સુધીમાં 17 દસ્તાવેજો સાથે ચેડા કર્યા  હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે આરોપીઓએ દસ્તાવેજ બનાવવા કયા કયા ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો હતો, સ્ટેમ્પ ક્યાંથી લાવ્યાં હતા, કોના નામે દસ્તાવેજ કર્યાં હતા, કોને જમીન વેચી હતી, સહિતનાં તમામ મુદ્દાઓ પર આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.