Rajkot news: PSI અને લોકરક્ષકની ભરતી માટે આજથી શારીરિક કસોટી, 500 યુવતીઓ પણ આપી રહી છે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની જગ્યાઓમા ભરતી કસોટીની તૈયારીઓ શરૂ કરી છે. આજથી શારીરિક કસોટીનો પ્રારંભ થયો છે. જૂનાગઢમાં પીટીએસ તાલીમ કેન્દ્ર ગ્રાઉન્ડ ખાતે 13 માર્ચ સુધીમાં અંદાજિત 41 હજાર ઉમેદવારો પ્રેક્ટીકલ પરીક્ષા આપશે. કસોટી પૂર્વે ઉમેદવારોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ડીવાયએસપી, પીઆઈ સહિત 150 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે.
અમદાવાદ સહિત 15 ગ્રાઉન્ડ પર પરીક્ષા
અમદાવાદના શાહીબાગ સ્થિત પોલીસ હેડક્વાર્ટરના જે.ડી. નગરવાલા ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારથી જ ઉમેદવારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદમાં ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં રાજકોટ, અમરેલી, બનાસકાંઠા અને આણંદ સહિતના વિવિધ જિલ્લાઓમાંથી મહિલા ઉમેદવારો શારીરિક કસોટી આપવા માટે આવ્યા હતા.
13 માર્ચ સુધી શારીરિક કસોટી યોજાશે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની તૈયારીઓ શરૂ કરી છે. જૂનાગઢ પીટીએસ ગ્રાઉન્ડ ખાતે 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી શારીરિક કસોટી યોજાઈ રહી છે.
ડીવાયએસપી, પીઆઈ સહિત 150 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં
રાજ્યભરના 41,000 યુવા ઉમેદવારો પોલીસમાં જોડાવાનું સપનું સાકાર કરવા ગુલાબી ઠંડીમાં દોટ લગાવશે. ભરતી પ્રક્રિયાની કસોટીમાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવામાં આવશે. સીસીટીવી નીગરાની હેઠળ સમગ્ર પ્રક્રિયા રેકોર્ડ કરવામાં આવશે. બુધવારે પ્રથમ દિવસે 700 ત્યારબાદ બીજા દિવસે 1200 અને ત્યાર પછી દૈનિક 1600 ઉમેદવારો કસોટી આપશે.
દોડ કસોટીમાં ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ
પીએસઆઇ અને એલઆરડીની શારીરિક કસોટી તૈયારીઓ સંદર્ભે એસપી દ્વારા ગ્રાઉન્ડ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 21 જાન્યુઆરીથી 13 માર્ચ દરમ્યાન યોજાનાર શારીરિક કસોટી સંદર્ભે 2 ડીવાયએસપી, 2 પીઆઈ તથા 150 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે. દોડ કસોટીમાં ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરવામાં આવશે.
આ ભરતી અંતર્ગત ઉમેદવારોને રાજ્યના 15 નિર્ધારિત શહેરો, જિલ્લાઓ, SRP જૂથો અને તાલીમ કેન્દ્રોમાં શારીરિક ક્ષમતા કસોટી (PET) અને શારીરિક માપ કસોટી (PST) માટે 21 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 11 ગ્રાઉન્ડ ખાતે 13 માર્ચ 2026 સુધી યોજાશે, જ્યારે મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે 4 ગ્રાઉન્ડ ખાતે 21 જાન્યુઆરીથી 6 માર્ચ 2026 સુધી કસોટી યોજાશે.

