Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Important news for candidates preparing for GPSC recruitment, date to download call letter announced

GPSC ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, કૉલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર

Timeછેલ્લું અપડેટ : 20 Jan 2026
લાઇવ ટીવીGoogle News
GPSC ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, કૉલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર
સોર્સ : GSTV

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં GPSC દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાનારી 7 અલગ-અલગ ભરતી પ્રક્રિયાની પ્રાથમિક-મુખ્ય પરીક્ષા માટે કૉલ લેટર (હૉલ ટિકિટ) ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરી છે. આ અંગે GPSCએ નોટિફિકેશન જાહેર કર્યું છે. 

App Store

GPSC પરીક્ષાના કૉલ લેટરની તારીખો જાહેર

GPSC અનુસાર, જાહેરાત ક્રમાંક 9/2024-25ની કચેરી અધિક્ષક/વિજિલન્સ ઓફિસર વર્ગ-3ની ભરતી સંબંધિત વિષયની પરીક્ષા 28 જાન્યુઆરી, 2026ના રોજ લેવાશે, જેના કૉલ લેટર 20 જાન્યુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. જ્યારે અન્ય 6 પરીક્ષાના કૉલ લેટર ફેબ્રુઆરી મહિનાની અલગ-અલગ તારીખના રોજ ડાઉનલોડ થઈ શકશે. વધુ માહિતી માટે GPSCની સત્તાવાર વેબસાઈટ gpsc-ojas.gujarat.gov.in પરથી મેળવી શકાશે.