Surat news: ટાંકી ધરાશાયી મામલે નાયબ અને તત્કાલીન કાર્યપાલક ઇજનેર સસ્પેન્ડ, કોન્ટ્રાક્ટરને અપાઈ નોટિસ

સોર્સ : GSTV
સુરતના અરેઠમાં તડકેશ્વર ગામમાં નવી જ બનાવાયેલી પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ ધરાશાયી થઈ ગઈ. આ મામલે સરકારે કાર્યવાહી કરી છે. સબંધિત નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક ઇજનેર રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે. સાથે જ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે અને એજન્સીના તમામ ચુકવણા અટકાવી દેવાયા છે. 21 કરોડના ખર્ચે આ પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી હતી. ઘટના સ્થળ પરથી નમૂનાઓ એકત્ર કર્યા. ખાતાકીય તપાસ અને પોલીસ ફરિયાદ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.

