Video: મનપાની સામાન્ય સભામાં ગાજ્યું ડિમોલિશનકાંડ

સોર્સ: gstv

રાજકોટ મહાનગરપાલિકાના આજના જનરલ બોર્ડમાં જંગલેશ્વર VIP ડિમોલિશન મામલે ભારે હોબાળો થયો હતો અને શાસક તથા વિરોધ પક્ષ સામસામે આવી ગયા હતા. જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે બંને પક્ષો પોતપોતાના કામો ગણાવવામાં વ્યસ્ત રહ્યા હતા. બીજી તરફ રાજકોટ મનપા ખાતે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષ દ્વારા પેમ્પલેટ સાથે વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ડિમોલિશન મામલે હજુ સુધી રિપોર્ટ જાહેર ન કરાતા વિરોધ નોંધાવી વિપક્ષે ખર્ચ અને કાર્યવાહી અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ દરમિયાન વિજિલન્સ દ્વારા વિરોધ પક્ષના પેમ્પલેટ લઈ લેવામાં આવતા સામાન્ય ઘર્ષણ પણ સર્જાયું હતું. સમગ્ર મામલે મનપા પરિસરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈને આગામી દિવસોમાં પણ વિવાદ વધુ તીવ્ર બને તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત