Video: અમદાવાદમાં કોંગ્રેસે લોન્ચ કર્યો સ્વચ્છતા સર્વેક્ષણ માટે QR કોડ, મનપાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વાસ્તવિક સ્વચ્છતા સર્વેક્ષણ માટે QR કોડ લોન્ચ કરવામાં આવ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ગંદકી અને સફાઈની સ્થિતિ અંગે જનતાનો અભિપ્રાય મેળવવા આ પહેલ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકાઓ કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ જમીની હકીકત અને સ્વચ્છતાના એવોર્ડ વચ્ચે મોટો તફાવત છે. ગટર ઉભરાવવી, વરસાદી પાણી ભરાવું અને પીવાના શુદ્ધ પાણીની સમસ્યાઓને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. સફાઈના કોન્ટ્રાક્ટના લાભાર્થીઓ કોણ છે અને સફાઈ કામદારોનું શોષણ થઈ રહ્યું છે કે કેમ તે મુદ્દે પણ કોંગ્રેસે જવાબ માંગ્યો છે. QR કોડના માધ્યમથી જનતાનો અભિપ્રાય મેળવી સફાઈ પાછળ ખર્ચાયેલા નાણાંનો હિસાબ માંગવાની કોંગ્રેસે તૈયારી દર્શાવી છે.
જાહેરાત







