પાંચ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો, 20 દિવસ પહેલા ગેમઝોનમાં નોકરીએ લાગેલા વીરપુરના યુવકનું અગ્નિકાંડમાં મોત
Rajkot Gamezone Fire : રાજકોટમાં TRP ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં 30 જેટલા નિર્દોષ

Rajkot Gamezone Fire : રાજકોટમાં TRP ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં 30 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યાં છે. કોઈનો પુત્ર, કોઈની પુત્રી, કોઈની પત્ની તો કોઈનો પતિ અગ્નિકાંડમાં મોતને ભેટ્યા છે. રાજકોટના જેતપુર તાલુકાના વીરપુરનો એક યુવક પણ મોતન ભેટ્યો છે, જે 20 દિવસ પહેલા જ આ ગેમઝોનમાં નોકરીએ લાગ્યો હતો.
20 દિવસ પહેલા જ ગેમઝોનમાં નોકરીએ લાગ્યો હતો
જેતપુર તાલુકાના વીરપુરનો યુવાન જીગ્નેશ ગઢવી 20 દિવસ પહેલા જ આ TRP ગેમઝોનમાં નોકરીએ લાગ્યો હતો. ગેમઝોનમાં આગ લાગી ત્યારે જીગ્નેશ અન્ય લોકોને બચાવવા ગયો હતો, તે દરમિયાન બ્લાસ્ટ થતા જીગ્નેશનું પણ મોત થયું છે. જીગ્નેશનો મૃતદેહ વીરપુર તેન ઘરે લાવવામાં આવ્યો હતો અને પરિવારજનોએ અંતિમવિધિ કરી હતી.
પાંચ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
જીગ્નેશના પરિવારમાં પાંચ બહેનો, તેની માતા અને એક પુત્ર છે. પત્નીએ ભરણપોષણનો કેસ કરેલો છે. જીગ્નેશની પાંચ બહેનોમાં એક બહેન છેલ્લા ૨૨ વર્ષથી બેડરેસ્ટ પર છે અને માતા પણ બીમાર છે. આ પાંચ બહેનો અને માતા તથા પુત્રનું ભરણપોષણ થાય તે માટે જીગ્નેશ વિરપુરથી રાજકોટ આવ્યો હતો. પણ આ ગોઝારા અગ્નિકાંડમાં પાંચ બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો છે.








