મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગેમઝોન અગ્નિકાંડ: રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર સસ્પેન્ડ

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં હવે વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મનપાના કમિશનર

ગેમઝોન અગ્નિકાંડ: રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર સસ્પેન્ડ

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં હવે વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મનપાના કમિશનર ડી.પી.દેસાઈએ મનપાના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડના આરોપી તરીકે ધરપકડ કરવામાં આવ્યા બાદ જેલ હવાલે થતા રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈલેશ ખેર બે દિવસના પોલીસ રિમાન્ડ પર હતા.

ઉલ્લેખનીય છે કે,અગાઉ રાજકોટ મનપાના તત્કાલીન ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી. મુકેશ મકવાણા, રાજેશ મકવાણા, જયદીપ ચૌધરી, રોહિત વિગોરા, ભીખા ઠેબા, ગૌતમ જોશી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

અગ્નિકાંડની તપાસમાં SITએ 100 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો

25 મે, 2024નો દિવસ રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે ગુજારો દિવસ હતો. આ દિવસે રાજકોટ TRP ગેમ ઝોન ખાતે સર્જાયેલા અગ્નિકાંડમાં 28 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર મામલાની SIT દ્વારા તપાસ કરી 21 જૂને શુક્રવારે રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો. અગ્નિકાંડની તપાસમાં SITએ 100 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગ, R&B અને લાયસન્સ વિભાગ સહિત 4 વિભાગની બેદરકારી સામે આવી હતી.  SITના વડા સુભાષ ત્રિવેદીના જણાવ્યા મુજબ હજુ પણ કડક કાર્યવાહી થઈ શકે છે જે કોઈ સંડોવાયેલા હશે તેને છોડવામાં નહી આવે. પછી ભલે તે કોઈ ઉચ્ચ અધિકારી જ કેમ ના હોય.

આ ઘટનામાં ધરપકડનો આંકડો 15 પર પહોંચ્યો

અગ્નિકાંડની ઘટનામાં  રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઇલશ ખેર, સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસ બી. જે. ઠેબા તેમજ વેલ્ડીંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી.  આ 3ની ધરપકડ બાદ આ ઘટનામાં ધરપકડનો આંકડો 15 પર પહોંચ્યો છે.

આ સમાચાર શેર કરો