રાજકોટઃ નકલી પોલીસ બની 31stની રાત્રે યુવક-યુવતીનું અપહરણ કરવાના કેસમાં 4ની ધરપકડ
રાજકોટ: 31stની રાત્રે યુવક યુવતીનું તેની જ કારમાં અપહરણ કરવાના મામલે પોલીસે ચાર શખ્સોની ધરપક

રાજકોટ: 31stની રાત્રે યુવક યુવતીનું તેની જ કારમાં અપહરણ કરવાના મામલે પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તરીકેની ઓળખ આપનારા વ્યક્તિઓએ યુવતી સાથે બળજબરી કરી હતી. યુવક યુવતીનું અપહરણ કર્યા બાદ ગેરકાયદેસર રીતે અટકાયત કરી 1700 રૂપિયાની લૂંટ ચલાવી હતી.
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અવધ રોડ નજીક આ બનાવ બન્યો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક તેમજ ત્રણ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
હોટલ સિઝન્સ ખાતે યોજાયેલી પાર્ટીમાંથી યુવક અને યુવતી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. પોલીસ ફરિયાદમાં યુવકને માર મારવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ છે. ત્યારે આ મામલે યુનિવર્સિટી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે એક યુવક 31મીની રાત્રે તેની મહિલા મિત્ર સાથે અવધ રોડ પરની હોટલમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીના ભાગરૂપે જમવા ગયો હતો. આ યુગલ રાત્રે હોટલમાંથી જમીને પોતાની કારમાં ઘર તરફ જઈ રહ્યું હતું ત્યારે હોટલેથી જ કારમાં પીછો કરીને આવેલા ચારેક શખ્સોએ આંતરી લીધા હતા.
આ પણ વાંચોઃ રાજકોટ: વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરવાનો મામલો, પોલીસે 5 શખ્સો વિરુદ્ધ દાખલ કર્યો ગુનો
પોલીસ તરીકેની ઓળખ આપી યુગલને ડરાવીને ધમકાવ્યું
આ શખ્સોએ પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી યુગલને ડરાવીને ધમકાવ્યું હતું. સાથો-સાથ તેમનું અપહરણ પણ કરી લીધું હતું. એટલું જ નહીં યુવક પાસેથી રૂ.1700 લુંટી લીધા હતા. આટલેથી નહીં અટકતાં યુવકના પરિવારને કોલ કરી ફરીથી પોલીસ તરીકેની ઓળખ આપી ખંડણીની પણ માંગણી કરી હતી. યુવક સાથે રહેલી તેની મહિલા મિત્રનો હાથ પકડી તેની છેડતી પણ કરી હતી.








