નક્કર કામગીરી અને અણઘડ આયોજન: ચોમાસામાં અમદાવાદના 37 સ્થળોએ વરસાદી પાણી ભરાશે, પડશે ભુવા
અમદાવાદમાં નકકર કામગીરી અને અણઘડ આયોજનના કારણે આ ચોમાસામાં ૩૭ જગ્યાએ વરસાદી પાણી

અમદાવાદમાં નકકર કામગીરી અને અણઘડ આયોજનના કારણે આ ચોમાસામાં ૩૭ જગ્યાએ વરસાદી પાણી ભરાશે અને રોડ ઉપર ભુવા પણ પડશે. બોપલ,ઘુમા,શ્રીનંદનગર, મકરબા સહિતના વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની કામગીરી ચોમાસા પહેલા પુરી થઈ શકે એમ જ નથી નિકોલથી લઈ નરોડા અને નારોલ જેવા વિસ્તારમાં રહેતા લોકોને પણ આ ચોમાસામા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
કયા વિસ્તારમાં કઈ કામગીરી ચાલી રહી છે
વિસ્તાર પ્રકાર
બોપલ-ઘુમા પમ્પિંગ સ્ટેશન
ગોતા પમ્પિંગ સ્ટેશન
સરખેજ સ્ટ્રોમ વોટર બોકસ
મકરબા સ્ટ્રોમ વોટર રીહેબ
પાલડી માઈક્રોટનલીંગ
રાણીપ ચંદ્રભાગા નાળુ રીમોલ્ડીંગ
શાહીબાગ વરસાદી લાઈન રીહેબ
નિકોલ સ્ટ્રોમ વોટર પમ્પિંગ
રામોલ-હાથીજણ સ્ટ્રોમ વોટર પમ્પિંગ
સરસપુર વરસાદી નાળુ બનાવવા
ઈન્ડિયાકોલોની વરસાદી નાળુ બનાવવા
સાબરમતી વરસાદી લાઈન નાંખવા
ચાંદખેડા અંડરપાસમાં પાણી નિકાલ
થલતેજ વરસાદી લાઈન નાંખવા
નારણપુરા વરસાદી લાઈન નાંખવા
વસ્ત્રાલ સ્ટ્રોમ વોટર ડ્રેઈન નાંખવા
રખિયાલ સમ્પ બનાવવા
નરોડા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાંખવા
દાણીલીમડા રાઈઝીંગ લાઈન નાંખવા
ઈસનપુર ચંડોળા તળાવમાં પાણી નાંખવા
લાંભા કેનાલ સુધી ઓવરફલો લાઈન નાંખવા
મણિનગર વોટર લોગીંગ સ્પોટ
વટવા વરસાદી પાણીની લાઈન નાંખવા
મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર જયાં કામ ચાલતુ હશે તે સ્થળે ચેતવણીના બોર્ડ મારી તથા બેરીકેડીંગ કરીને સંતોષ માનશે.જે ૩૭ જગ્યાએ કામગીરી ચાલે છે એ પૈકી મોટાભાગની કામગીરી વર્ષ-૨૦૨૬માં અલગ અલગ સમયે પુરી થવાની છે.
કોર્પોરેશન દ્વારા કહેવામાં આવતી પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત બોપલ અને ઘુમા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી ૨૮ ટકા પુરી થઈ છે.ગોતામાં સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી ૩૦ ટકા સુધી પુરી કરાઈ છે.શ્રીનંદનગરથી સાબરમતી નદી સુધી સ્ટ્રોમ વોટર બોક્ષ બનાવવાની કામગીરી માત્ર પાંચ ટકા જ પુરી કરાઈ છે.
નિકોલ વોર્ડમાં આવેલા ગોપાલ ચોકમાં જ્યાં વરસાદી પાણી ભરાવવાની સૌથી મોટી સમસ્યા છે, ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે ખારી નદી સુધી રાઈઝીંગ લાઈન નાંખવાની કામગીરી ૮૦ ટકા સુધી જ પહોંચી છે.૩૭ સ્થળોએ વરસાદી પાણીના નિકાલ માટે રુપિયા ૮૪૨ કરોડના આયોજન કરાયા હોવાનો દાવો કોર્પોરેશન કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે,કરોડોના આયોજન પછી પણ આ ચોમાસામાં શહેરના મોટા ભાગના વિસ્તારમાં રહેતા રહીશો ત્રાહિમામ બની જશે.








