મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગડશે! બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં IMDની નવી આગાહી

ગુજરાત સહિત દેશભરમાં લોકો નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે. એવામાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શક

નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગડશે! બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં IMDની નવી આગાહી

ગુજરાત સહિત દેશભરમાં લોકો નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે. એવામાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતા અઠવાડિયાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આશંકા છે.
 
બે સિસ્ટમ સક્રિય

નોંધનીય છે કે, મધ્ય મ્યાનમારના દરિયાકાંઠાના વિસ્તારો અને નજીકના પૂર્વ મધ્ય-બંગાળની ખાડીના મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરો સુધી અપર એર સર્ક્યુલેશન યથાવત્ છે. આ સર્ક્યુલેશન ધીમે-ધીમે પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે. જેના કારણે, 25 સપ્ટેમ્બરે મધ્ય બંગાળની ખાડી પર એક નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે. લગભગ પશ્ચિમ તરફ આગળ વધતાં તે 26 સપ્ટેમ્બરે દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ઉત્તરપશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. 27 સપ્ટેમ્બરની આસપાસ તે દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.

અહીં જાણો નવરાત્રિમાં રાજ્યભરમાં ક્યાં કેવો વરસાદ રહેશે.

26 સપ્ટેમ્બરઃ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

27 સપ્ટેમ્બરઃ

27 સપ્ટેમ્બરે તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

28 સપ્ટેમ્બરઃ

28 સપ્ટેમ્બરે આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. 

29 સપ્ટેમ્બરઃ 

29 સપ્ટેમ્બરે ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.

30 સપ્ટેમ્બરઃ

30 સપ્ટેમ્બરે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. 

1 ઑક્ટોબરઃ 

પહેલી ઑક્ટોબરના રોજ આખા રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો