Gujarat news: 6 જૂન સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 17થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતભરમાં હાલ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવ

ગુજરાતભરમાં હાલ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે વરસાદની ાગાહી કરી છે. જેમાં આગામી 6 જૂન સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 17થી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ આ વખતે ગુજરાતમાં સમયસર ચોમાસુ આવવાના એંધાણ છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આગામી 15 જૂન સુધી હળવો વરસાદ અને ત્યારબાદ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
1જૂન
બોટાદ, અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, અમદાવાદ
2થી5 જૂન
સાબરકાંઠા, અરવલ્લી, ખેડા,મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, સુરત, તાપી,નવસારી, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
6જૂન
ગીર સોમનાથ, ભાવનગર,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત, તાપી,નવસારી, ડાંગ,અમરેલી
જ્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ વરસાદ થવાની સંભાવના છે. જૂન મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી રહી શકે છે. જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે છે.
27 મેથી કેરળમાં ચોમાસાએ વિધિવત રીતે આગામન કરી લીધી હતું, જે સામાન્ય કરતાં 5 દિવસ વહેલું હોવાનું જણાય છે.12 જૂનની અંદરમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થવાનું અનુમાન છે. આ પછી 20થી 25 જૂનમાં અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં અને 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતભરમાં ચોમાસુ બેસવાની શક્યતા છે.








