સુરતમાં હુમલાખોરોની ખેર નથી, BRTS બસ પર હુમલો કરનારાનું જાહેરમાં કઢાયું સરઘસ
સુરતમાં ગૃહમંત્રીના નિવેદન બાદ પોલીસ હુમલાખોરોથી લઈને ગુનેગારોના જાહેરમાં સરઘસ કાઢી રહી છે. ત્યારે ઉધન

સુરતમાં ગૃહમંત્રીના નિવેદન બાદ પોલીસ હુમલાખોરોથી લઈને ગુનેગારોના જાહેરમાં સરઘસ કાઢી રહી છે. ત્યારે ઉધના વિસ્તારમાં થોડા દિવસો અગાઉ બીઆરટીએસ રૂટમાં આગળ રિક્ષા ચલાવવામાં આવી હતી. ત્યારે પાછળ રહેલી બીઆરટીએસ બસ દ્વારા હોર્ન મારતા જ ઉશ્કેરાયેલા રિક્ષા ચાલકે તેના સાગરિતે મારફતે માર મરાવ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધા હતાં.
આ પણ વાંચોઃ કળિયુગી કંસ મામાનું કારસ્તાન, પ્રેમિકાને 30 લાખ આપવા ભીલાડમાં ભાણેજનું કરાવ્યું અપહરણ
મારામારીના ગુનામાં ધરપકડ
ઉધના વિસ્તારમાં BRTS બસ પર હુમલો કરનારા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. મુસાફરોથી ભરેલી બસ પર રિક્ષા ચાલકો દ્વારા હુમલો કરાયો હતો. બસ ચાલક સાથે મારામારી કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને પોલીસે પાઠ ભણાવ્યો હતો. કાયદાનો પાઠ ભણાવી સ્થાનિક વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું.
બસમાં તોડફોડ કરી હતી
BRTS રૂટમાં રિક્ષા ચાલકે ઈલેક્ટ્રીક બસને આંતરી હતી. 24/12/24 ના બપોરના સમયે ઘટના બની હતી. બસ ડ્રાઈવરે હોર્ન મારતા રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરી હતી. તેમજ ઉધના ત્રણ રસ્તા સુધી BRTS રૂટમાં રિક્ષા ચલાવી હતી. સુરતના ઉધનામાં રિક્ષા ચાલકે અન્ય સાગરિતોને બોલાવી BRTS બસમાં તોડફોડ કરી હતી. મુસાફરો ભરેલી બસમાં તોડફોડ થતા પેસેન્જર ગભરાયા હતા. સમગ્ર ઘટના બસના સીસીટીવીમાં કેદ થઈ હતી. જે બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.








