મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં અસામાજિક તત્ત્વોનું જાહેરમાં કઢાયું સરઘસ, પ્રમુખ સાથે મારા મારી કરનારાઓએ લોકો સામે જોડ્યા હાથ

દિવાળીનો તહેવાર નજીકના દિવસોમાં છે. ત્યારે અસામાજિક તત્ત્વો દ્વારા છાસવારે પોતાનો રૌફ પ્રદર્શિત કરવાના પ્રયત્નો થત

સુરતમાં અસામાજિક તત્ત્વોનું જાહેરમાં કઢાયું સરઘસ, પ્રમુખ સાથે મારા મારી કરનારાઓએ લોકો સામે જોડ્યા હાથ

દિવાળીનો તહેવાર નજીકના દિવસોમાં છે. ત્યારે અસામાજિક તત્ત્વો દ્વારા છાસવારે પોતાનો રૌફ પ્રદર્શિત કરવાના પ્રયત્નો થતાં હોય છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં આવેલી ઠાકોરનગર સોસાયટીમાં આ અસામાજિક તત્ત્વો દ્વારા પ્રમુખ સાથે મારામારી કરવામાં આવી હતી. આ અંગે ડિંડોલી પોલીસે ગુનો નોંધીને લબરમૂછીયાઓની ધરપકડ કરીને આકરી કાર્યવાહી કરી હતી. 

લબરમૂછીયાઓનું કાઢ્યું સરઘસ

લબરમૂછીયાઓ પોતાની ધાક ઉભી કરવા માટે અસામાજિક પ્રવૃત્તીમાં જોડાયા હોય તે રીતે ઠાકોરનગરમાં પ્રમુખ સાથે મારામારી કરવા લાગ્યા હતાં. જેથી પ્રમુખે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ઉગતાં જ આ અસામાજિક તત્વોને ડામી દેવા માટે તેમની ધરપકડ કરી હતી. બાદમાં લોકોને ભયમુક્ત કરવા માટે તેમનું સરઘસ કાઢ્યું હતું.

સરઘસમાં હાથ જોડ્યા

ડિંડોલીના ઠાકોર નગરમાં અસામાજિક તત્વો દ્વારા પ્રમુખ સાથે મારામારી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એ જ વિસ્તારની અંદર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસમાં આરોપીઓએ બે હાથ જોડીને લોકોની માફી માગી હતી.

આ સમાચાર શેર કરો