Sabarkantha news: હાઇવે ઓથોરિટી દ્વારા જમીન ખરીદી મામલે ખેડૂતોમાં સર્જાયો વિરોધભાસ, આંદોલનના એંધાણ
ભારત સરકાર દ્વારા સાબરકાંઠાના ઈડર વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર જમ

ભારત સરકાર દ્વારા સાબરકાંઠાના ઈડર વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર જમીનની કિંમત મામલે રણ સંગ્રામ સર્જાયું છે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 180 થી લઈ રૂપિયા 500 નો ભાવ પ્રતિ ચોરસ મીટર એ આપવાનું નક્કી કરાયું છે ત્યારે હાલમાં વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક કક્ષાએ માત્ર 120 રૂપિયાથી લઈ 170 રૂપિયા સુધીનો ભાવ આપતા હવે આવનારા સમયમાં જમીન મામલે પણ સંગ્રામ થાય તો નવાઈ નહીં.
માંગ ન સ્વીકારે તો જિલ્લામાં ફરી એકવાર આંદોલનની શક્યતા
સાબરકાંઠાના ઇડરમાંથી પસાર થતા નેશનલ હાઈવે અંતર્ગત અંદાજે 371 એકરથી વધારેની જમીન હાઇવે ઓથોરિટી દ્વારા કબજે લેવાની તૈયારી શરૂ કરાઈ છે. તો બીજી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા પ્રતિ ચોરસ મીટર એ 100, 120 થી લઈ 670 સુધીના ભાવ અપાઈ રહ્યા છે ત્યારે હવે ખેડૂતોમાં વ્યાપક વિરોધાભાસ સર્જાયો છે. તેમજ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે સહાયની વિગતો જાહેર કરવા માંગ કરાઈ છે, જોકે માંગ ન સ્વીકારે તો જિલ્લામાં ફરી એકવાર આંદોલન ઉભું થાય તેમ છે.
તમામ ખેડૂતોને એકસરખું વળતર આપવાની રજૂઆત કરાઈ
ખેડૂતો પોતાના જમીનના ભાવ પ્રતિ ચોરસ મીટર એ 1,000 થી વધુ લેવાની સાથે તમામ ખેડૂતોને એકસરખું વળતર આપવાની રજૂઆત કરાઈ છે, જોકે આવનારા સમયમાં આ મામલે ચોક્કસ રજૂઆત ન થાય તો સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ઈડરના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને ભારે પરેશાની સર્જાય તેમ છે.
ખેડૂતોને જમીનના યોગ્ય ભાવ ન મળતા હવે તંત્ર સામે આવનારા સમયમાં વ્યાપક જન આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ રહી છે. જોકે સ્થાનિક લોકોનું માનીએ તો નેશનલ હાઇવે ઓથોરિટી થકી ખેતી કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન થવાનું છે ત્યારે હાલના તબક્કે તાત્કાલિક ધોરણે આ મામલે ચોક્કસ પગલાં ભરાય તેવી માંગ કરી છે.
જોકે 200 કરતાં વધુ ખેડૂતોએ પોતાની જમીન સંપાદન મામલે ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નેશનલ હાઇવે ઓથોરિટી સહિત સરકાર દ્વારા દરેકની જમીનના એકસરખા ભાવ મળે તે માટે રજૂઆત કરી છે, ત્યારે આવનારા સમયમાં ઈડરથી ઊભો થનારો જમીનનો રણ સંગ્રામ કેટલે સુધી પહોંચે છે તે મહત્વનું બની રહેશે.








